પંચમહાલમાં આઠમો નવો તાલુકા બનાવવાની હીલચાલ થતા વિરોધના સૂર ફુકાયા છે. ગોધરા તાલુકાના 7 ગામ, ઘોઘ઼બા તાલુકાના 48 ગામ અને દે.બારીયા તાલુકાના 26 ગામોનો સમાવેશ કરીને નવો ગુંદી તાલુકો બનાવવાની દરખાસ્ત કાલોલ ધારાસભ્ય કરી હતી.નવિન તાલુકા બનાવવાની દરખાસ્તનો ગોધરા તાલુકાના ગામોને બાકાત રાખવા ગ્રા.પંના સરપંચ,તાલુકા સભ્ય સહિત ધારાસભ્ય મોરવા(હ)એ વિરોધ નોધાવ્યો છે.
ગુજરાતમાં હાલ નવા જિલ્લા અને મહાનગર પાલીકાઓની જાહેરાત થઇ હતી. નવા જિલ્લાને લઇને વિરોધ નોધાયો હતો. ત્યારે પંચમહાલ જિલ્લા 7 તાલુકાનો બનેલો છે. ત્યારે આઠકો તાલુકા બનાવવાની હિલચાલને લઇને પંચમહાલથી દાહોદ જિલ્લા સુધી રાજકીય ગરમાવો થયો છે. કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા ઘોઘંબા, ગોધરા અને દેવગઢ બારીયાનું વિભાજન કરી ગુંદીને અલગ તાલુકો જાહેર કરવાની દરખાસ્ત મુખ્યમંત્રીને 12/3/2024 ના રોજ મોકલી હતી. જે દરખાસ્ત પંચમહાલ કલેકટર પાસે આવતા કલેકટરે દરખાસ્ત અંગે સરકારની નિતિવિષયક કાર્યપધ્ધતિ મુજબ કાર્યવાહી કરવા જિલ્લા વિકાસ અધીકારી પંચમહાલ અને દાહોદને પત્ર મોકલ્યો હતો. જેથી સમાવેશ સંબધિત ગ્રામપંચાયતોમાં ખાસ ગ્રામપંચાયત યોજી નવિન રચનાર ગુંદી તાલુકામાં ગામ સમાવેશ થવા અંગેનો ઠરાવ દિન-7 માં મોકલી આપવા જણાવ્યું હતું.
મોરવા(હ) ધારાસભ્ય નિમિષાબેન સુથારે તેમના મત વિસ્તારના ગોધરા તાલુકાના ગામોને નવિન તાલુકામાં સમાવેશ નહી કરવાની ભલામણ કલેકટર અને ડીડીઓને કરી છે.તેમજ જિલ્લા પંચાયત પ્રમુખે પણ વિરોધ નોધાવ્યો હતો.
દામાવાવને મથક બનાવવાની માંગ કરી નવીન ગુંદી તાલુકા બનાવવાનું બહાર આવતા ગ્રામજનોએ સોસિયલ મિડીયામાં નવા તાલુકાનું મુખ્યમથક માટે ગુગલફોર્મ ભરવા વાઇરલ કર્યું હતું . જેમાં મોટાભાગના લોકોએ દામાવાવ ને નવા તાલુકાનું મુખ્યમથક બનાવવા માટે મત આપ્યા હતા. ત્યારે ગોધરા તાલુકાના 7 ગામે નોંધાવ્યો હતો.
ઇચ્છા હોય તે નવા તાલુકામાં જોડાય ઘોઘંબાથી 30 કી.મી દૂર ગુંદી ગામ આવેલ છે. ગુંદી ગામની આસપાસના ગામોને નવા તાલુકામાં સમાવેશ કરવાની ભલામણ દરખાસ્ત કરી હતી. જેને ઇચ્છા હોય તે નવા તાલુકામાં જોડાય. ગોધરાની ગોલ્લાવ જિલ્લા પંચાયત બેઠકના ગામોનો પ્રશ્ન નવા આવ્યો છે. નવા તાલુકાનું મથક ગુંદી ગામ બને તો આસપાસના ગામોને ફાયદો થાય તેમ છે: > ફતેસિંહ ચૌહાણ , કાલોલ ધારાસભ્ય