
પંચમહાલના હાલોલમાં ગઈ કાલે બે મોટરસાઇકલ વચ્ચે અક્સ્માર્ત થતા ૫ વ્ક્તીયો મોત નીપજયા હતા.
પાવાગઢ નજીક આવેલ છાજ દિવાળી ગામના પાટીયા પાસે મુખ્ય રોડ પર મંગળવારે સાંજના સુમારે બે બાઇકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક બાઇક પર સવાર હાલોલના તલાવડી ખાતે ડામોર ફળિયામાં રહેતા 34 વર્ષીય વસંતભાઈ જીવનભાઈ પરમારનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યુ હતું. જયારે તેમના પાછળ બેસેલ તલાવડીના નિશાળ ફળિયામાં રહેતા નરવતભાઈ ભીખાભાઇ બારીયાને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને વડોદરા સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું જ્યારે સામેથી આવતા છોટાઉદેપુરના પરસિંગની બાઇક પર સવાર ચાલકનું પણ ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું જ્યારે તેમની પાછળ બાઇક પર બેસેલ એક દોઢ વર્ષીય બાળકી અને એક મહિલાને ગમખ્વાર અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચવા પામતા પહેલા હાલોલ રેફરલ હોસ્પિટલ અને તે વધુ સારવાર માટે વડોદરા ની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. જેમાં બન્નેની પણ હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું હતું બનાવની જાણ થતાં પાવાગઢ પોલીસની ટિમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને બનાવ અંગે અકસ્માત નો ગુનો નોંધી ને તજવીજ હાથ ધરી હતી જ્યારે ઘટના સ્થળે મરનજનાર બે બાઇક ચાલકોને મૃતદેહ ને હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે અને વડોદરા જતા મરણ પામનાર ના મૃતદેહ ને સયાજી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલી આપ્યા હતા.

ત્યારે વડોદરામાં સારવાર માટે લઇ ગયેલ છોટાઉદેપુરના પરિવારના પણ સારવાર અર્થે મોત નીપજયું છે.આ ગમ્ખાર અકસ્માર્તમાં કુલ ૫ લોકોના મૃત્યુ પામીયા છે.
