ગોધરા, દેશની નામાંકિત મોબાઇલ નેટવર્ક પૂરૂ પાડતી ટેલિકોમ કામોની રિલાયન્સ કમ્યુનિકેશન કંપની સહિતની અન્ય 2 કંપનીઓ મળી કુલ 3 કંપનીઓના ટાવર નગર પાલિકાની હદમાં આવેલ જે મિલકત પર ઊભા કરાયેલ છે તે જમીન મિલકતનો બાકી નીકળતો લાખો રૂપિયાનો નગરપાલિકાનો વેરો સમય મર્યાદામાં હાલોલ નગરપાલિકા ખાતે ભરપાઈ ન કરવામાં આવતા હાલોલ નગરપાલિકાના તંત્ર દ્વારા આ ત્રણેય ટેલિકોમ કંપનીઓના ટાવરને સીલ કરી દેવાની ઘટનાને લઈને નગર ખાતે ચકચાર મચી જવા પામી છે જેમાં હાલોલ શહેરના ગોધરા રોડ ઉપર દેશની નામાંકિત કંપની રિલાયન્સ કમ્યુનિકેશનનો ટાવર આવેલ છે જેનો કુલ 6,25,241/- રૂપિયા જેટલો વેરો બાકી છે જ્યારે પાવાગઢ ખાતે એ.ટી.સી. ઈન્ફા કંપનીનો ટાવર આવેલ છે જેનો કુલ 7,71,113/- વેરો બાકી છે જ્યારે નગરની કરિમ કોલોની ખાતે એસેન્ડ ઇનફા કંપનીનો ટાવર આવેલ છે જેનો 7,58,781/- રૂપિયાનો વેરો બાકી નીકળે છે જે છેલ્લા કેટલાય સમયથી આ ત્રણેય નામાંકિત ટેલિકોમ કંપનીઓ દ્વારા નગરપાલિકાનો વેરો ભરવામાં ન આવતા ગત દિવસોમાં હાલોલ નગરપાલિકા દ્વારા આ ત્રણેય ટેલિકોમ કંપનીઓના મેનેજમેન્ટને આ બાબતે જાણ કરી નોટિસ પણ પાઠવવામાં આવી હોવા છતાં આ ત્રણેય ટેલિકોમ કંપની દ્વારા નગરપાલિકા ખાતે પોતાનો બાકી નીકળતો લાખો રૂપિયાનો વેરો આજ દિન સુધી ભરપાઈ ન કરાતા આખરે આજે બુધવારના રોજ હાલોલ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ત્રણેય નામાંકિત ટેલિકોમ કંપનીઓના ટાવરને સીલ કરી દેવામાં આવ્યા છે જેને લઈને આ ત્રણેય ટેલિકોમ કંપનીઓના સંચાલકોમાં દોડધામ મચી ગઈ હોવાની માહિતી મળવા પામી છે.