પંચમહાલ જિલ્લામાં દિવાળીના તહેવારોમાં માર્ગ અકસ્માતોમાં આગ લાગવાની ઘટના તેમ જ પાણીમાં ડૂબી જવાની પણ ઘટનાઓ દર વર્ષે બનતી હોય છે. આ પ્રકારની ઘટનામાં નુકસાન ઓછું થાય અને આવી ઘટનાઓમાં ઈજા પામેલા વ્યક્તિઓને વહેલામાં વહેલી તકે સારવાર અને બચાવ કાર્ય થઈ શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.
પંચમહાલ જિલ્લામાં દિવાળીથી લઈને નવા વર્ષ સુધીના દિવસો દરમિયાન માર્ગ અકસ્માતો સહિત ઇમર્જન્સી સેવાઓ તેમજ આગ લાગવાની ઘટનાઓમાં દર વર્ષની સરખામણીએ સાતથી આઠ ટકા વધારો થવાની શક્યતાઓ અંગેનું ફોરકાસ્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવ્યા બાદ પંચમહાલ જિલ્લામાં 108 ઇમર્જન્સી વિભાગ અને ફાયર વિભાગ દ્વારા તહેવારોના દિવસો દરમિયાન પંચમહાલ જિલ્લામાં કુલ 11 અગ્નિસામક વાહનો 18થી વધુ 108 એમ્બ્યુલન્સ અને 20 ફાયરમેનો તેમજ 100થી વધુ 108 ઈમરજન્સીનો સ્ટાફ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો છે. જેથી કરી જિલ્લામાં બનતી કોઈપણ પ્રકારની આપાતકાલીન સ્થિતિને પહોંચી વળાય.