પંચમહાલ લોકસભા મતદાર વિભાગ માટે ઉમેદવાર 19 એપ્રિલ 2024 સુધીમાં જીલ્લા ચૂંટણી અધિકારીને તેમના નામની દરખાસ્ત મોકલી શકશે

  • જાહેર રજાના દિવસ સિવાય સવારના 11.00 વાગ્યાથી બપોરના 3.00 વાગ્યા સુધીમાં ઉમેદવારીપત્રો મોકલી શકાશે.

ગોધરા, લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે 18-પંચમહાલ સંસદીય મતદાર વિભાગની ચૂંટણી નોટિસ તા.12/04/2024ના રોજ પ્રસિધ્ધ કરેલ છે. જે અનુસાર પંચમહાલ લોકસભા મતદાર વિભાગ માટે ઉમેદવાર કે તેમના નામની દરખાસ્ત મુકનાર પૈકી કોઈપણ એક વ્યક્તિ ચૂંટણી અધિકારી 18-પંચમહાલ સંસદીય મતદાર વિભાગ અને કલેકટર, પંચમહાલને, પ્રથમ માળ, જીલ્લા સેવા સદન-1 ગોધરા અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને નાયબ કલેકટર સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન તંત્રને, પ્રથમમાળ, રૂમ નં.54, જીલ્લા સેવા સદન-2 ગોધરા જી.પંચમહાલ ખાતે મોડામાં મોડું તા.19મી એપ્રિલ 2024(શુક્રવાર) સુધીમાં કોઈપણ દિવસે (જાહેર રજાના દિવસ સિવાય) સવારના 11.00 વાગ્યાથી બપોરના 3.00 વાગ્યા સુધીમાં ઉમેદવારીપત્રો પહોંચાડી શકશે તેમ 18- પંચમહાલ જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આશિષ કુમારે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.