ગોધરા,પંચમહાલ જીલ્લામાં લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ઉમેદવારો ચૂંટણી પ્રચાર કરતા હોય છે. તેનો હિસાબ ની ચુટણીપંચને આપવાનો હોય છે. ભાજપના ઉમેદવાર કરતા કોંગ્રેસના ઉમેદવારને ઓછો ખર્ચ થતા કોંગ્રેસના ઉમેદવાર ગૂલાબસિંહ ચૌહાણે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે, અમારા પક્ષ દ્વારા અમને કોઈ ફંડ ફાળવામા આવ્યુ નથી.અમે સાદાઈથી પ્રચાર કરીએ છે.
લોકસભાની ચૂંટણીને લઈને પંચમહાલ લોકસભા બેઠક ઉપર ઉમેદવારના ખર્ચના આંકડા સામે આવ્યા છે. જેમા 29 એપ્રિલ સૂધીમાં ભાજપના ઉમેદવાર રાજપાલ સિંહ જાદવ દ્વારા 13,17,664 નો ખર્ચ કરાયો છે અને કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ દ્વારા માત્ર 2,55,085 નો ખર્ચ કરાયો હતો.ખર્ચ ઓછો થવા બાબતે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણની પ્રતિક્રિયા સામે આવી છે. તેમને જણાવ્યું હતું કે, અમે મર્યાદામાં રહીને પ્રચારનો ખર્ચ કરીએ છીએ અને અમારા કાર્યકરો સાદગીથી પ્રચાર કરતા હશે.પગપાળા પ્રવાસ નાની મીટીંગો ખાટલા મીટીંગો દ્વારા અમે પ્રચાર કરીએ છીએ અત્યાર સુધી અમે કોઈ મોટી મીટીંગો કરી નથી.અમે મધ્યસ્થ કાર્યાલય ખોલ્યું જ નથી. પંચમહાલ જીલ્લા કોંગ્રેસનું જે કાર્યાલય છે, તે કાર્યાલય પર કાર્યકરો આવી અને બેસે છે. બાકી મોટા ભાગના કાર્યકરો પગપાળા પ્રવાસ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં અમારો પ્રચાર કરે છે. પક્ષ દ્વારા અમને હજુ સુધી કોઈ ફંડ ફાળવવામાં આવ્યું નથી. માટે અમે મર્યાદામાં રહી અને ખર્ચ કરીએ છીએ.