ગોધરા અમદાવાદ હાઈવે માર્ગ ઉપર આવેલ મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે 18 પંચમહાલ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજપાલસિંહ જાદવએ જનસભા સંબોધી હતી. આ પ્રસંગે ગુજરાતના રાજ્યકક્ષાના મંત્રી ડો.કુબેર ડિંડોર, સાંસદ રતનસિંહ રાઠોડ, રાજ્યસભાના સાંસદ જશવંતસિંહ પરમાર, ધારાસભ્ય જેઠા ભરવાડ અને લોકસભાના પ્રભારી રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિ રહ્યા હતા. તેમજ મોતીબાગ ગરબા ગ્રાઉન્ડ ખાતેથી પંચમહાલ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા વિશાળ વિજય સંકલ્પ બાઈક રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી પત્ર ભરવા માટે રાજપાલસિંહ જાદવ મોટી સંખ્યામાં ગયા હતા.
મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે 18 પંચમહાલ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ આજે પોતાનો ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા કાર્યકર્તાને જનસભા સંબોધી હતી. બીજી તરફ પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતેથી રેલીનું પ્રસ્થાન કરી ગોધરા શહેરના ચાચર ચોક મંદિરથી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભરવા માટે જશે. આ બાઈક રેલીમાં અંદાજે 2000થી પણ વધારે લોકો હતા.
આ પણ વાંચો : ગોધરા સબ જેલમાં કાચા કામના મહિલા કેદી સાથે જાતીય સતામણી અધટીત માંગણીને લઈ કોર્ટમાં રજુઆત
મોતી બાગ ખાતે બીજેપીના મોટો નેતા ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ તેમજ ઠાસરા, કાલોલ, ગોધરા, શહેરાના ધારાસભ્ય પણ ઉપસ્થિતિ રહીને બીજેપી કાર્યકર્તાઓને જીતાડવા હુંકાર કરવામાં આવ્યો હતો.