પંચમહાલ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ડમી ઉમેદવારે કોંગ્રેસ માંથી રાજીનામા બાદ અમિત શાહની હાજરીમાં સમર્થકો સાથે ભાજપમાં જોડાશે

ગોધરા, પંચમહાલ લોકસભાની ચુંટણી પહેલા શહેરા વિધાનસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર દુષ્યંતસિંહ ચૌહાણ જે કોંંગ્રેસ માંથી ડમી ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ અચાનક કોંગ્રેસ પક્ષ માંથી રાજીનામુંં ધરી દીધું હતું. તેવા દુષ્યંંતસિંહ ચૌહાણ તેમના સમર્થકો સાથે કરેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહની હાજરીમાં ભાજપમાં જોડાશે.

પંચમહાલ લોકસભા બેઠક ઉપર કોંંગ્રેસ પાર્ટીના ડમી ઉમેદવાર દુષ્યંતસિંહ ચૌહાણે ફોર્મ ભર્યુંં હતું. એવા કોંગ્રેસના શહેરા તાલુકાના દુષ્યંતસિંહ ચૌહાણે અચાનક તેની પત્ની રશ્મિતા ચૌહાણ સહિતના કાર્યકરો સાથે કોંગ્રેસ પાર્ટી માંથી રાજીનામું આપ્યું હતું. પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારના પ્રચાર માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવવાના હોય ત્યારે અમિત શાહની હાજરીમાં કોંગ્રેસ માંંથી રાજીનામું ધરી દેનાર દુષ્યંતસિંહ ચૌહાણ જે 70 સમર્થકો સાથે ભાજપમાંં જોડાનાર છે. ત્યારે પંચમહાલ બેઠક ઉપર ઓબીસી મતદારોને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા પંચમહાલ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ડમી ઉમેદવારોનો ખેલ પાડવામાં આવ્યો.