
ગોધરા, પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે ગોધરા વિશ્વકર્મા ચોક ખાતેથી સમર્થકો અને પક્ષના રાજકીય આગેવાનો સાથે રેલી સ્વરૂપે જીલ્લા કલકેટર કચેરી પહોંચ્યા હતા અને જીલ્લા ચુંટણી અધિકારીને પોતાનું ઉમેદવારી ફોર્મ રજુ કરી ઉમેદવારી નોંધાવી હતી. ફોર્મ ભર્યા બાદ પોતાની જીતનો વિશ્વાસ વ્યકત કરવામાં આવ્યો.

પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે ગોધરા વિશ્ર્વકર્મા ચોક પાસે આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતેથી સમર્થકો અને કોંગ્રેસ પાર્ટીના રાજકીય આગેવાનો સાથે રેલી સ્વરૂપે જીલ્લા કલેકટર કચેરી પહોંચ્યા હતા. જીલ્લા ચુંંટણી અધિકારી અને જીલ્લા કલેકટર દ્વારા ઉમેદવારી ફોર્મ રજુ કરવા આવેલ ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણના ટેકેદારો સાથે મોટી સંખ્યામાં સમર્થકો કચેરીમાંં પહોંચી જતાં જીલ્લા ચુંટણી અધિકારી દ્વારા ઠપકો આપવામાં આવ્યો હતો. પંચમહાલ લોકસભા બેઠકના કોંંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે વિજય મુહર્તમાં પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. કોંગ્રેસ લોકસભા બેઠકના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણના ઉમેદવારી ફોર્મ ભરવા માટે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો કોેંગ્રેસ પાર્ટીના કાર્યકરો અને સમર્થકો ઉમટી પડયા હતા. ગુલાબસિંહ ચૌહાણે ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ પોતાની જીતનો વિશ્વાસધાત વ્યકત કર્યો હતો.