પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવે સમર્થકો સાથે રેલી સ્વરૂપે જીલ્લા ચુંટણી અધિકારી કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ રજુ કરી ઉમેદવારી નોંધાવી

  • વિજય મુર્હતમાં ઉમેદવારી નોંધાવી જીતનો વિશ્વાસ વ્યકત કર્યો.

ગોધરા,પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવે મોટી સંખ્યામાં સમર્થકો, ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો સાથે વિશાળ રેલી યોજી હતી અને વિજય મુર્હતમાં જીલ્લા ચુંંટણી અધિકારીને પોતાનું ઉમેદવારી ફોર્મ સુપ્રત કરીને પોતાની ઉમેદવારી નોંધાવી.

પંચમહાલ જીલ્લા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવે આજરોજ ગોધરાના અમદાવાદ રોડ ખાતે આવેલા પાર્ટી પ્લોટ ખાતે જાહેર સભા સંબોધી હતી. ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા પોતાના સમર્થકો ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો સાથે રાખીને ભવ્ય રેલી સ્વરૂપે જીલ્લા ચુંટણી અધિકારીની કચેરી પહોંંચ્યા હતા અને વિજય મુર્હતમાં પોતાની ઉમેદવારી ફોર્મ ચુંટણી અધિકારીને સુપ્રત કરી ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવે પોતાની જીતનો વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો. ગોધરા ખાતે ભાજપના લોકસભા ઉમેદવારના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયામાં વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ, કેબીનેટ શિક્ષણ મંત્રી કુબેર ડીંંડોર, રાજસભાના સાંંસદ જશવંંત એસ.પરમાર, મધ્ય ગુજરાત ભાજપના પ્રભારી નરહરી અમીન સહિત પંચમહાલ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્યો તેમજ ભાજપના હોદ્દેદારો, કાર્યકરો મોટી સંંખ્યામાં હાજર રહ્યા હતા.

ગોધરાના મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવની જનસભા બાદ બાઈક રેલી સાથે મોટી સંખ્યામાંં સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ જીતનો વિશ્વાસ વ્યકત કર્યો.