ગોધરા,ગોધરા ખાતે પંચમહાલ લોકસભા બેઠકના બીજેપીના ચુંટણી કાર્યાલયનું રાજ્યકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડના હસ્તે ઉદ્દધાટન કરવામાં આવ્યું.
આગામી લોકસભા ચુંટણીની વિવિધ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે ભાજપ દ્વારા ગુજરાતની 26 લોકસભા બેઠકો જીતવા માટે મકકમ બન્યું છે. જેના ભાગરૂપે પંચમહાલ લોકસભા બેઠક માટે ગોધરા ખાતે ભાજપ દ્વારા ચુંટણી કાર્યાલયનું ઉદ્દધાટન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિવિધ હોદ્દેદારો ઉદ્દધાટન પ્રસંગે હાજર રહ્યા હતા. રાજ્યકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડ દ્વારા વિપક્ષ ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને દેશ માંથી કોંગ્રેસ સહિત તમામ પક્ષોનો સફાયો થઈ ગયો છે. ભાજપ દ્વારા ભારતને રામ મંદિરની ભેટ આપી છે. જેને લઈ રાજકીય ગઠબંધનમાં ડર પેસી ગયો છે. પંચમહાલ લોકસભા બેઠક ઉપર 5 લાખ મથતી ભાજપનો વિજય થયો હતો. તે આંકડા 10 લાખ મતથી બીજેપી વિજય થવું જોઈએ.. ભાજપના કાર્યકરોને લોકસભાની ચુંટણીને લઈ તૈયારીઓ શરૂ કરવા આહવાન કરાયું હતું. આ પ્રસંગે ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજી, મોરવા(હ) ધારાસભ્ય નિમિષાબેન સુથાર, પંચમહાલ લોકસભા પ્રભારી ભરત ડાંગર સહિત ભાજપના આગેવાન હોદ્દેદારો હાજર રહ્યા હતા.