પંચમહાલ જિલ્લામાં આગામી ૨૬મી સપ્ટેમ્બરે ઈ-લોક અદાલત યોજાશે

  • ઈ-લોક અદાલતમાં સમાધાન ઈચ્છતા પક્ષકારોએ સંબંધિત તાલુકા કાનૂની સેવા સત્તામંડળનો સંપર્ક કરવાનો રહેશે

ગોધરા,
કોવિડ-૧૯ સંક્રમણને ધ્યાને લઈ જિલ્લાની તમામ તાલુકા કોર્ટો દ્વારા લોક-અદાલતનું આયોજન શક્ય ન હોવાથી ઈ-લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. ૨૬/૦૯/૨૦૨૦ના શનિવારના રોજ ઈલેક્ટ્રોનિક માધ્યમથી આ ઈ-લોક અદાલત યોજવામાં આવશે. આ ઈ-લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશિયેબલ એક્ટ મુજબના કેસો, ફક્ત નાણાની વસૂલાતના કેસો, વાહન અકસ્માતના વળતરના કેસો, લેબર તકરારના કેસો, ઈલેક્ટ્રેસિટી તેમજ વોટર બિલને લગતા કેસો, લગ્ન વિષયક કેસો, જમીન સંપાદનના કેસો, નોકરી વિષયક જેવા કે નિવૃતિના લાભો, પગારભથ્થાને લગતા કેસો, મહેસૂલને લગતા કેસો અન્ય સિવીલ કેસો જેવા કે ભાડા, સુખાધિકારના અધિકાર, મનાઈ હુકમ, વિશિષ્ટ પાલનના દાવા વગેરેના કેસો ઉપરાંત ખોરાકીના કેસો મૂકવામાં આવશે. આ ઈ-લોક અદાલતમાં પક્ષકારોએ કે વકિલઓએ કોવિડ-૧૯ની મહામારીના કારણે અદાલતોમાં રૂબરૂ ઉપસ્થિત કે હાજર રાખ્યા વગર સોશિયલ ડિસ્ટન્સના સિદ્ધાંતનું પાલન કરી તથા ઈલેક્ટ્રોનિક માધ્યમો જેવા કે વિડીયો કોન્ફરન્સ વગેરેનો મહત્તમ ઉપયોગ કરી સમાધાન રાહે ઈ-લોક અદાલતમાં મૂકવામાં આવેલ કેસો ફેંસલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

આ નવીન પ્રક્રિયા અંગે વધુ માહિતી મેળવવા અંગે અને પોતાનો કેસ ઈ-લોક અદાલતમાં મૂકાવવા માટે પક્ષકારો-વકીલોએ તેમનો કેસ જે-તે વિસ્તારની કોર્ટમાં આવતો હોઈ ત્યાની કાનૂની સેવા સંસ્થાનો નીચેના નંબરો ઉપરરૂબરૂ કોર્ટમાં ગયા વગર સંપર્ક કરી શકે છે.

આ નંબરો આ મુજબ રહેશે

૧) જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પંચમહાલ ( ૦૨૬૭૨-૨૫૧૧૬૧)
૨) તાલુકા કાનૂની સેવા સમિતી, ગોધરા (૦૨૬૭૨-૨૪૨૭૩૮)
૩) તાલુકા કાનૂની સેવા સમિતી, શહેરા (૦૨૬૭૦-૨૨૬૦૬૯)
૪) તાલુકા કાનૂની સેવા સમિતી, મોરવા (હ) (૦૨૬૭૨-૨૮૪૪૩૩)
૫) તાલુકા કાનૂની સેવા સમિતી, કાલોલ (૦૨૬૭૬-૨૩૫૯૩૧)
૬) તાલુકા કાનૂની સેવા સમિતી, હાલોલ (૦૨૬૭૬- ૨૨૦૮૨૨)
૭) તાલુકા કાનૂની સેવા સમિતી, ઘોઘંબા (૦૨૬૭૬-૨૪૪૭૦૦)
૮) તાલુકા કાનૂની સેવા સમિતી, જાંબુઘોડા (૦૨૬૭૬- ૨૪૧૩૬૪)

તેમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષની અખબારી યાદીમાં જણાવાયું છે.