પંચમહાલ એલસીબી પોલીસે વાંસિયા ગામના રહેણાંક મકાન માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો

ગોધરા,પંચમહાલ એલસીબી પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં નીકળ્યો હતો. ત્યારે બાતમી મળી હતી કે, ગોધરા તાલુકાના વાંસિયા ગામે આવેલા નિશાળ ફળીયાના એક રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખીને વેચાણ કરવામાં આવી રહ્યું છે. જે ચોકકસ બાતમીના આધારે પોલીસે ગત 9 તારીખે સાંજના સમયે બાતમી મુજબના રહેણાંક મકાનમાં છાપો માર્યો હતો. જેમાં પોલીસને મકાનમાંથી રૂ.26,370 ની કિંમતના 270 જેટલા વિદેશી દારૂના ક્વાટર બોટલનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો કબજે લઈને એક મહિલાની અટકાયત કરીને ગોધરા તાલુકા પોલીસમથકે ગુનો નોંધ્યો હતો.

Don`t copy text!