- કોટડા ગામે NIV ટીમે પાંજરામાં ઉંદર પકડી ઉંદરોના બ્લડ સેમ્પલ મેળવ્યા.
- ઝીંઝરી ગામે મૃતક બાળકીના પરિવારના સભ્યો તેમજ પશુઓના બ્લડ સેમ્પલ લીધા.
પંચમહાલ જીલ્લામાં ચાંદીપુરા વાયરસના 15 જેટલા કેસ નોંધાવા પામ્યા છે અને જીલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈને પાંંચ જેટલા બાળકોના મોત નિપજાવા પામ્યા છે. જેને લઈ પંચમહાલ ખાતે પૂનાથી નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ વાયરોલોજી (NIV) વૈજ્ઞાનિકની ટીમ પહોંચી હતી.
પંચમહાલ જીલ્લા ખાતે પહોંચફેલ પૂના નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ વાયરોલોજી ટીમના પાંચ વૈજ્ઞાનિક ટીમ એ ગોધરા સિવિલ હોસ્પિટલ અને કોટડાની મુલાકાત લીધી હતી. એન.આઈ.વી. ટીમના વૈજ્ઞાનિક દ્વારા ગોધરા તાલુકાના કોટડા ગામે બાળકીનું મોત થયું છે. તે સ્થળની મુલાકાત લીધી હતી. વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા મૃતક બાળકીના પરિવાર સભ્યોના બ્લડ સેમ્પલ લીધા હતા સાથે એન.આઇ.વી. ટીમે આસપાસના ધરોમાં ઉંંદર પકડવાના પાંજરા મુકયા હતા અને પકડાયેલા ઉંદરના બ્લડ સેમ્પલ લીધા હતા. ત્યારબાદ એન.આઈ.વી.ની ટીમ ધોધંબાના ઝીંઝરી ગામે પહોંંચી અને સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી છે. એન.આઈ.વી. ટીમ દ્વારા ચાંદીપુરા વાયરસને લઈ ભોગ બન્યા હોય તેવા પરિવારોના સભ્યો અને ધરના પશુઓના બ્લડ સેમ્પલ લેવામાંં આવ્યા છે. પંચમહાલ જીલ્લામાંં તપાસ બાદ એન.આઈ.વી.વૈજ્ઞાનિકની ટીમ મહિસાગર અને દાહોદ જીલ્લાની મુલાકાત માટે પણ પહોંંચશે.