પંચમહાલ જીલ્લા ખાણ-ખનિજ વિભગની ટીમ ચેકીંગમાં હતી. ત્યારે શહેરાના ખાંડીયા ગામ પાસેથી સફેદ પથ્થર ભરેલ ટ્રક પસાર થઈ રહી છે. તેમજ સાંપા સેગવા ગામે કુણ નદીના પટ માંથી ખનિજ માફિયાઓ દ્વારા રેતી ખનન કરવામાં આવી રહ્યું છે. તેવી બાતમીના આધારે ખાણ-ખનિજ વિભાગે ચેકીંગ કરી ટ્રક અને ટ્રેકટર મળી 15 લાખના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા.
પંચમહાલ ખાણ-ખનિજ વિભાગની ટીમ રૂટીન ચેકીંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે, શહેરા તાલુકાના ખાંડીયા ગામ પાસેથી ગેરકાયદેસર સફેદ પથ્થર ભરેલ ટ્રક પસાર થઈ રહી છે. તેમજ ગોધરા તાલુકા સાંપા-સેગવા ગામે કુણ નદીના પટ માંથી ખનિજ માફિયાઓ દ્વારા રેતી ખનન કરવામાં આવી રહી છે. તેવી ચોકકસ બાતમીના આધારે ખાણ-ખનિજ વિભાગની ટીમે બન્ને સ્થળે ચેકીંગ કરી સફેદ પથ્થર ભરેલ ટ્રક અને ટ્રેકટર મળી 15 લાખના મુદ્દામાલ ગોધરા કલેકટર કચેરીના કંપાઉન્ડમાં સીઝ કરવામાં આવ્યા. જયારે મુદ્દામાલ સાથે ઝડપાયેલ બે ઈસમો વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.