ઘોઘંબા તાલુકાના દેવલીકુવા ગામે તેમજ ગોધરા ખાતેથી જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમે ચેકિંગ કરી રેતી ભરેલ ટ્રેકટર, અને કવાર્ટઝ ભરેલ ટ્રક મળી રૂ.20 લાખના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા હતા.
પંચમહાલ જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ ગતરોજ ગોધરા બાયપાસ રોડ ઉપર તેમજ ઘોઘંબા તાલુકાના દેવલીકુવા ગામે રૂટિન ચેકિંગમાં હતી ત્યારે બાતમીદાર પાસેથી બાતમી મળી હતી કે, ગોધરા બાયપાસ રોડ ઉપર ટ્રકમાંથી કવાર્ટઝ અને ઘોઘંબાના દેવલીકુવા પાસે બે ટ્રેકટરમાંથી ગેરકાયદેસર રેતી ભરેલ ટ્રેકટર મળી 20 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. ખાણ ખનીજ વિભાગની ટીમે બે ટ્રેકટર દામાવાવ પોલીસ મથકે તેમજ એક ટ્રક ગોધરા કલેકટર કચેરી ખાતે સીઝ કરવામાં આવ્યા હતા. ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ વહન કરતા વાહનોને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવતા ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.