શહેરા,પંચમહાલ જીલ્લા ખાણ-ખનિજ વિભાગની ટીમ દ્વારા શહેરા તાલુકાના ધાણીત્રા ગામે કુણ નદી માંથી રેતી ખનન કરતાં બે ટ્રેકટર ઝડપ્યા જ્યારે વેજલપુર-ટુવા રોડ ઉપરથી ગેરકાયદેસર રેતી ભરી જતું ટ્રેલર મળી કુલ 60 લાખનો મુદ્દામાલ ખાણ-ખનિજ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો.
પંચમહાલ જીલ્લા ખાણ-ખનિજ વિભાગ દ્વારા જીલ્લામાં શહેરા તાલુકાના ધાણીત્રા ગામે કુણ નદી માંથી ગેરકાયદેસર રેતી ખનન કરાઈ રહ્યું છે. તેવી બાતમીના આધારે ખાણ-ખનિજ વિભાગે ચેકીંગ કર્યું હતું અને કુણ નદીના પટ માંથી બે ટ્રેકટર ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે વેજલપુર થી ટુવા જતા રોડ ઉપરથી ખાણ-ખનિજ વિભાગની ટીમ દ્વારા ગેરકાયદેસર રેતી ભરીને જતાં ટ્રેલરને ઝડપી પાડવામાંં આવ્યું. જીલ્લા ખાણ-ખનિજ વિભાગ દ્વારા બે સ્થળેથી બે ટ્રેકટર અને 1 ટ્રેલર સહિત 60 લાખનો મુદ્દામાલ કબ્જે લઈને દંડનીય કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.