પંચમહાલ ખાણ ખનીજ વિભાગે ગોધરાના છાવડ અને કાલોલના છગનપુરા ગામે રેતી વહન કરતા 8 ટ્રેકટર ઝડપ્યા

ગોધરા,પંચમહાલ જિલ્લા ખાણ ખનીજ વિભાગ ખનીજ ચોરી કરી વહન કરતા માફિયાઓને ઝડપી પાડવા માટે ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. જેમાં ગોધરા તાલુકાના છાવડ અને કાલોલ તાલુકાના છગનપુરા ગામ પાસેથી ગેરકાયદેસર રેતી વહન કરતા 8 ટ્રેકટર કિ.50 લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો.

પંચમહાલ જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ રીતે કાયદાના ડર વગર ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા હોય આવી ખનીજ ચોરીને રોકવા માટે જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં વિવિધ સ્થળે ચેકિંગ કરીને અવાર નવાર ગેરકાયદેસર ખનીજ વહન કરતા વાહનોને ઝડપી પાડીને દંડનીય કાર્યવાહી કરતા હોય છે.તેમ છતાં ખનીજ ચોર ખનીજ ચોરીની પ્રવૃત્તિ ઉપર રોક આવતી નથી. જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા ગોધરા તાલુકાના છાવડ ગામે તેમજ કાલોલના છગનપુરા ગામે ચેકિંગમાં હોય દરમિયાન ગેરકાયદેસર રેતી વહન કરતા 8 જેટલા ટ્રેકટરો કિ.રૂ.50 લાખના મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. છાવડ ગામેથી પકડાયેલ રેતીના ટ્રેકટર ગોધરા કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં જવા માટે છગનપુરા ગામેથી ઝડપાયેલ રેતીના ટ્રેકટર વેજલપુર પોલીસ મથકે સીઝ કરવામાં આવ્યા હતા. અને ખનીજ ચોરીમાં ઝડપાયેલ ટ્રેકટર ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.