ગોધરા,પંચમહાલ જીલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ ગોધરા સહિત ગોઠડા ગામે ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરી રહેલા બે ટ્રક અને એક ટ્રેક્ટર સાથે ત્રણ ઇસમોની અટકાયત કરી 65 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને પકડાયેલ બંને ટ્રક અને ટ્રેક્ટર ને સીઝ કરી ગોઠડા અને ગોધરા કલેક્ટર કચેરી ખાતે મૂકવામાં આવ્યો હતો. જેના કારણે ખનીજ ચોરી કરી રહેલા ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો.
પંચમહાલ જીલ્લામાં ખનીજ માફીયાઓ ગેરકાયદેસર રેતીનું ખનન બિન્દાસ્ત પણે કરી રહ્યાની બાતમી આધારે જીલ્લા ખાણ ખનીજ વિભાગ બાતમી વાળી જગ્યાએ રેડ દરમિયાન બે રેતી ભરેલ ટ્રક અને એક ટ્રેક્ટર ને ઝડપી પાડ્યા હતા અને ટ્રક અને ટ્રેક્ટર ચાલક ઈસમો સામે કાયદેસરના પગલાં લેવામાં આવ્યા હતા. બીજીબાજુ છેલ્લા કેટલાક સમયથી દિન પ્રતિ દિન બેરોકટોક રેતી, સફેદ પથ્થર, બ્લેક ટ્રેપ સહિત કુદરતી ખનીજનું બિન્દાસ પણે હેરાફેરી કરતા ખનીજ માફીયાઓ ઉપર અંકુશ રાખી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે ગોધરા તાલુકા અને ગોઠડા ગામે બે ટ્રક અને ટ્રેક્ટર ગેરકાયદેસર રેતીનું ખનન કરી રહ્યાની બાતમી આધારે બાતમી વાળી જગ્યાએ રેડ દરમિયાન બે ટ્રક અને એક ટ્રેક્ટર સાથે ત્રણ ઇસમોની અટકાયત કરી 65 લાખનો મુદ્દામાલ કબજે કરી અને પકડાયેલ મુદ્દામાલ સીઝ કરી ગોઠડા અને ગોધરા કલેક્ટર કચેરી ખાતે મૂકવામાં આવ્યો હતો.