પંચમહાલના કાલોલમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ: 2 જૂથ વચ્ચે અથડામણમાં PI-PSI થયા ઘાયલ

​પંચમહાલના કાલોલમાં બે જૂથો વચ્ચે અથડામણ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવી તોડફોડ દુકાનો અને વાહનોમાં કરી તોડફોડ

પંચમહાલના કાલોલમાં બે જૂથો વચ્ચે અથડામણ બાદ તોફાનો જેવી સ્થિતિ સર્જાઈ છે. ખુદ જિલ્લા SP સહિતના કાફલાને દોડી જવું પડ્યું છે. પરિસ્થિતિ એ હદ સુધી વણસી કે, જિલ્લામાંથી પોલીસ પાર્ટીને પણ બોલાવવી પડે તેમ છે. અસામજીક તત્વોના આશરે 100થી વધુ લોકોના ટોળું બેકાબુ બન્યું હતું. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. આ ટોળાએ તોડફોડ મચાવતા શહેરમાં અશાંતિનું વાતાવરણ ફેલાયું છે. અને દુકાનો સહિત લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોએ ધંધો બંધ કરી ધર તરફ દોડી ગયા હતા. બેકાબુ ટોળા પર પોલીસ દ્વારા લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ પણ છોડવા પડ્યા હતા. પરંતુ આ ટોળું કોઈ રીતે કાબૂમાં આવ્યું નહોતું. પોલીસના જવાનો સહિત PI અને PSI પણ ઈજાગ્રસ્ત બન્યા છે.

જિલ્લા SPના કાફલા પર પણ થયો પથ્થરમારો

જિલ્લા SP પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યારે SPના કાફલા પર પણ પથ્થરમારો થયાની પ્રાથમિક માહિતી સામે આવી છે. જો કે, પોલીસે આ ટોળાને કાબુ રાખવા જિલ્લાભરની પોલીસને કોલ આપી દીધો છે. લોકોને પણ દુકાન અને ધંધો બંધ રાખવા અને ઘરમાં રહેવાની અપીલ કરાઈ ચૂકી છે.