ચાલુ વર્ષે પોષણ માસની ઉજવણી અંતર્ગત પોષણ અભિયાન સગર્ભા સ્ત્રીઓ,ધાત્રી માતાઓ, કિશોરીઓ અને 6 વર્ષથી ઓછી ઉમરના બાળકોમાં પોષણના પરિણામોને સર્વગ્રાહી રીતે સુધારવાનો પ્રયાસ કરાય છે. પોષણ માહ 2024 દરમિયાન નીચેની થીમ પર ધ્યાન કેન્દ્રિત કરતી પ્રવૃત્તિઓને કરવાની રહે છે.
પોષણ માસ-2024 અંતર્ગત પંચમહાલ પ્રોગ્રામ ઓફિસર રમીલાબેન ચૌધરી દ્વારા નદીસર ગામમાં પોષણ માસ -2024ની નદીસર પંચાયત હોલમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સરપંચ,તાલુકા સભ્ય,ગામના આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.કાર્યક્રમ અંતર્ગત બાળકના સર્વાંગી વિકાસ માટે સોનેરી 1000 દિવસનું ધ્યાન રાખવા અંગે માહિતી અપાઈ હતી. સગર્ભા માતાઓએ સમતોલ આહાર અને ખોરાકની કાળજી ઉપરાંત બીજી શું શું કાળજી રાખવી, આંગણવાડીમાં સમયસર વહેલી નોંધણી, આયર્ન ફોલિક એસીડ અને કેલ્શિયમની ગોળીનું નિયમિત સેવન વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
આ સાથે એમ.એમ.વાય.યોજનાનો લાભ લેવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. મિલેટમાંથી બનાવેલ વાનગી નિદર્શન દ્વારા ગ્રામજનોને પુરક ખોરાક અને પોષણયુક્ત ખોરાક અંગેની સમજ આપવામાં આવી હતી. રંગોળી દ્વારા સહી પોષણ દેશ રોશન અંતર્ગત તેમજ મિલેટ રંગોળી કરવામાં આવી હતી. પોષણ સાપસીડી દ્વારા લોકોમાં પોષણ જાગૃતિ સંદેશ અપાયો હતો આ સાથે બાલ શક્તિ, માતૃ શક્તિ, પૂર્ણા શક્તિ ઝઇંછ નો વધુમાં વધુ ઉપયોગ તમામ લોકો કરે તે માટે અનુરોધ કરાયો હતો.