કાલોલમાં લગ્નના વરઘોડામાં ફાયરિંગ નો વિડીયો થયો વાયરલ કાલોલ શહેરના ગાંધી કોલેજ રોડ ઉપર થી પસાર થઈ રહેલા વરઘોડામાં બે રાઉન્ડ હવામાં ફાયરિંગ થયા હોવાનો વિડીયો થયો વાયરલ આ વરઘોડો કાલોલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખના ભત્રીજાના લગ્નમાં નીકળેલા વરઘોડામાં હવામાં ફાયરિંગની બની ઘટના સમગ્ર મામલે કાલોલ પોલીસમાં મથકે પોલીસ ફરિયાદ નોંધાવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું સામે આવી રહિયું છે.
પંચમહાલ જિલ્લાના કાલોલ શહેરમાં પૂર્વ પાલિકા પ્રમુખના ભત્રીજાના લગ્નમાં આવેલા મહેમાનો વરઘોડામાં ઉત્સાહપૂર્વક નાચતા હતા. જે દરમિયાન DJમાં ‘આપકા ક્યા હોગા’ સોન્ગ વાગતાં ઉત્સાહિત મહેમાને પોતાની ખાનગી રિવોલ્વર કાઢી હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જે સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જે સમગ્ર મામલે કાલોલ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપડક કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
કાલોલમાં પતંજલિનો સ્ટોર ચલાવતા અને બાબા રામદેવજીની નજીકના માનવામાં આવતા રાજેશ પંચાલના પુત્રના લગ્નમાં ગઈકાલે રાત્રે ધામધૂમથી ડી.જે. સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. લગ્ન માણાવા દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામેથી આવેલા જીતેન્દ્ર પંચાલે ભરબજારમાં ચાલુ વરઘોડા દરમ્યાન પોતાની રિવોલ્વરથી હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેનો વીડિયો વાઇરલ થતાં કાલોલ પોલીસે તેઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજેશ પંચાલ કાલોલના ઉદ્યોગપતિ અને કાલોલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તથા કાલોલ પંચાલ સમાજના પ્રમુખ અને સામાજિક અગ્રણી ગોપાલ પંચાલના સગા ભાઈ છે. તેમના ભત્રીજાના લગ્નનો વરઘોડો ગતમોડી રાત્રે નીકળ્યો હતો. જેમાં આવેલા મહેમાન દ્વારા રિવોલ્વરથી હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરતા સ્પષ્ટ જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા ઉપર વરઘોડાનું લાઈવ ચાલી રહ્યું હતું, તે દરમિયાન આ ઘટના વીડિયોમાં કેદ થઈ હતી. જે બાદ કાલોલ પોલીસ હરકતમાં આવી હતી અને ચાલુ વરઘોડામાં ભરબજારે ફાયરિંગ કરનાર સામે ગુનો નોંધી ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.