પંચમહાલમાં વરસાદ માટે હજી 3 દિવસની રાહ જોવી પડશે.

ગુજરાતમાં આ વર્ષે ચોમાસાનો ચાર દિવસ વહલું એટલે કે 11 જૂને વિધિવત આગમન થઈ ચૂક્યું છે. દક્ષિણ ગુજરાતથી પ્રવેશેલું ચોમાસું ધીમેધીમે રાજ્યના અન્ય વિસ્તારમાં આગળ વધતુ હોય છે. પરંતુ, રાજ્યમાં વિધિવત પ્રવેશના 10 દિવસ બાદ પણ ચોમાસું નવસારીમાં જ અટકેલું છે. હવામાન વિભાગેરાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. લોકોએ સારા વરસાદ માટે હજી થોડી રાહ જોવી પડે તેમ છે. આજે દાહોદ, મહિસાગર, અરવલ્લી અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં સામાન્ય વરસાદની શક્યતા છે.

અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા
આ ઉપરાંત રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘગર્જનાની પણ સંભાવના છે. ત્યારે આવતીકાલે જેઠ સુદ પૂનમના દિવસે અમદાવાદમાં આવેલા જગન્નાથ મંદિર રથયાત્રા પૂર્વે જલયાત્રા યોજાય છે તે દરમિયાન અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ જળયાત્રાના દિવસે મેઘમહેર થઈ હતી. આજે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાકમાં રાજ્યના 35 તાલુકામાં વરસાદ વરસ્યો હતો.

આગામી સાત દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. આ સાથે કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં છુટા છવાયા સ્થળોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે. આવતીકાલે પણ ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતની સ્થિતિ એકસમાન રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ જેવા કે, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં છુટા છવાયા સ્થળો પર હળવા વરસાદની શક્યતાઓ છે. આ સાથે જ આગામી સાત દિવસ દરમિયાન ગુજરાત રાજ્યભરમાં ક્યાક ભારે તો ક્યાંક છુટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતાઓ છે.

આજે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાકમાં રાજ્યના 35 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં એક ઈંચથી વધુ તેમજ નડિયાદમાં પણ એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત અન્ય તાલુકામાં પણ હળવાથી સામાન્ય વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં કપરાડામાં 33 MM, નડિયાદમાં 33 MM,ચોરાસીમાં 22 MM, ઉમરગામમાં 21 MM, તાપી જિલ્લામાં 15 MM સહિત અન્ય તાલુકામાં હળવો વરસાદ વરસ્યો હતો.

Don`t copy text!