પંચમહાલ જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ : દબાણ,જમીન, રસ્તા પ્રશ્નો સત્વરે ઉકેલવા સબંધિતોને જણાવ્યું.

  • પંચમહાલ જિલ્લા સંકલન સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર આશિષ કુમારના અધ્યક્ષસ્થાને યોજાઇ.
  • જમીન, રસ્તા, બેન્કિંગ, વીજળી, દબાણ, વિમાને લગતા પ્રશ્નો સત્વરે ઉકેલવા જિલ્લા કલેક્ટરે અનુરોધ કર્યો.

પંચમહાલ જિલ્લા સંકલન સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર આશિષ કુમારના અધ્યક્ષસ્થાને અને ધારાસભ્યઓ તથા જિલ્લા સંકલન સમિતિના સંલગ્ન અધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદન, ગોધરા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં ગત તથા અગાઉની મિટિંગમાં અધ્યક્ષસ્થાનેથી ચર્ચાયેલ કામગીરીની પ્રગતિ, એકશન ટેકન રીપોર્ટ, જે તે કચેરીને સીધી મળેલી પડતર અરજીઓના નિકાલ, જે તે કચેરી હસ્તકની વિવિધ યોજનાઓ તથા તેના લક્ષ્યાંકો- સિદ્ધીઓ, લોકાભિમુખ વહીવટ આ ઉપરાંત જિલ્લાના તાકિદના પ્રશ્નો બાબતે ચર્ચા કરાઈ હતી. આ પ્રસંગે ધારાસભ્યઓ દ્વારા રજૂઆત કરાયેલા પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને જિલ્લા કલેક્ટરે સૂચનાઓ આપી હતી.

આ સાથે જમીન, રસ્તા, બેન્કિંગ, વીજળી, દબાણ, વિમાને લગતા પ્રશ્નો સત્વરે ઉકેલવા સબંધિતોને જણાવ્યું હતું. આ સાથે તમામ વિભાગોને સંકલન સાથે રજીસ્ટર નિભાવીને સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા જિલ્લા કલેક્ટરે અનુરોધ કર્યો હતો. નિવાસી અધિક જિલ્લા કલેક્ટર એમ.ડી.ચુડાસમાએ સમગ્ર બેઠકનું સંચાલન કર્યુ હતું. બેઠકમાં ગત વિવિધ પ્રશ્નોનું નિરાકરણ આવી જતા તે પ્રશ્નોનો હકારાત્મક નિકાલ પણ કરાયો હતો. વધુમાં આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે સબંધિત અધિકારીઓને ચિલ્ડ્રન ઈન સ્ટ્રીટ સિચ્યુએશન યોજના અંતર્ગત કરવામાં આવેલા પ્લાનિંગ અને કરેલી કામગીરી બાબતે ચર્ચા કરી હતી. આ બેઠકમાં સર્વ ધારાસભ્ય જયદ્રહસિંહજી પરમાર ફતેહસિંહ ચૌહાણ, સી.કે.રાઉલજી, જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીયા, સર્વ પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.