પંચમહાલ જી.પં. ની સામાન્ય સભામાં હોબાળો; પ્રમુખે ગ્રાન્ટ કાપી લેવાની પેરવી કરતા સભ્યો એ કર્યો વોકઆઉટ.

07 કરોડ 60 લાખ ના કામો પોતાની એજન્સી દ્વારા પોતાની ઈચ્છા મુજબ કરાવવાના પ્રમુખના આયોજન સામે સભ્યોએ કર્યો વિરોધ.

સામાન્ય સભામાં વિકાસના કામો માટે ગ્રાન્ટ ફાળવણી ને લઈ ભારે હોબાળો માચાતા લગભગ સભ્યો સામાન્ય સભાની કામગીરી છોડીને બહાર નીકળી જતા જિલ્લા વિકાસ અધિકારીએ દરમ્યાનગીરી કરવી પડ્યા હોવાની વિગાતો જાણવા મળી છે. જિલ્લા પંચાયતના પ્રમુખ કામિનીબેન સોલંકી દ્વારા વસ્તી આધારિત ફાળવવામાં આવતી વિકાસના વિવિધ કામો ની ગ્રાન્ટની ફાળવણી કરવામાં સભ્યો ને આપવાની થતી ગ્રાન્ટના પુરા આયોજન ની જગ્યાએ 42% રકમ નું આયોજનો મંગાવી બાકીની 58% રકમ નું આયોજન પોતાની રીતે મનફાવે તે રીતે અને તે જગ્યાએ કરવાની પેરવી કરવામાં આવી હોવાનો ગણગણાટ સભ્યો માં થતા સભ્યો એ વોકઆઉટ કર્યો હતો.
પંચમહાલ જિલ્લા પંચાયત ની આજે મળેલી સામાન્યસભા માં વિકાસના કામો માટેની 13 કરોડ 30 લાખરૂપિયાની રકમના આયોજન માં જિલ્લા પ્રમુખ કામિનીબેન સોલંકી એ આ તમામ ગ્રાન્ટ જિલ્લા પંચાયત ના 38 સભ્યો માં ફાળવવાના આયોજન માટે સભ્યો પાસે થી 05 કરોડ 70 લાખ રૂપિયાના જ આયોજન મંગાવી પુરી ગ્રાન્ટ ખર્ચ કરવાની પેરવી કરતા બાકી ની 07 કરોડ 60 લાખ ના કામો ના આયોજન તેઓ પ્રમુખ તરીકે પોતાની ઈચ્છા પ્રમાણે કરવાના હોવાની વાતે સભ્યો એ આજે સામાન્ય સભા માં ભારે હોબાળો મચાવ્યો હતો, અને લગભગ સભ્યો સામાન્ય સભા છોડી બહાર નીકળી ગયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે કામિનીબેન સોલંકી ના જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે પ્રથમ અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ થમાને થોડા જ મહિનાઓ બાકી છે ત્યારે જિલ્લા પંચાયતના વહીવટમાંથી શક્ય એટલી ગ્રાન્ટ નો ખર્ચ પોતે કરી મલાઈ ખાઈ લેવાની મનસા ઉપર સભ્યોએ પાણી ફેરવ્યું હતું. સભ્યો એ પોતાની ગ્રાન્ટ સભ્યોને પોતાને મળવી જોઈએ અને જેતે વિસ્તાર માં જ તેનો ખર્ચ કરવામાં આવે તેવી માંગ કરી હતી. જિલ્લા પંચાયત ના 38 સભ્યો ને વસ્તુ આધારે 35 લાખ જેટલી રકમ ના આયોજન મંગાવવાના હતા જે માં પ્રમુખે 15 લાખ ના આયોજન મંગાવી બાકીની સભ્ય દીઠ 20 લાખ રૂપિયાની ગ્રાન્ટ પોતે કે પોતાની એજન્સીઓને ફાયદો કરાવવા માટે ખર્ચ કરવાનું આયોજન કરવામાંઆવી રહ્યું હોવાનો ગણગણાટ સભ્યો માં ઉભો થયો હતો.