ગોધરા,
આ બેઠકમાં NFHS-5 ના આરોગ્ય વિષયક જુદા જુદા સૂચકાંકો જેમાં ખાસ કરીને માતામરણ અને બાળ મરણ પ્રમાણ અટકાવવા, જરૂરી રસીકરણની સેવાઓના વ્યાપ વધારી ૧૦૦ ટકા રસકરણ કરવા, સગર્ભા માતાઓને સગર્ભા વસ્થા થી પ્રસુતિની તમામ સેવાઓ તરત, સરસ અને મફત મળી રહે તથા સંસ્થાકીય સુવાવડ ખાસ કરીને ગ્રામ્ય લેવલે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં જ આ સેવાઓ મળી રહે તેવા આયોજન કરવા, જોખમી સગર્ભા માતાઓ અને જોખમી બાળકોને ઓળખીને તેઓને સમયસર સારવાર મળી રહે તેવા આયોજન કરવ, તરૂણા વ્યવસ્થા થતા ગંભીર પ્રકારના એનીયામ અને તણોની સમસ્યાઓનું સમાધાન કરવા તથા કુપોષણનું પ્રમાણ ધટાડવા વિગેરે બાબતોને આવરી લઈ જરૂ સમીક્ષા કરી માર્ગદર્શન તમામ તાલુકા લેવલે આરોગ્ય વિષયક કમિટી બનાવી ઉપરોકત બાબતોને આવરી લઈ માઈક્રોપ્લાન બનાવી તેનું અમલીકરણ કરવા કલેકટર એ અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી, આર.સી.એચ.ઓ.,અધિક જીલ્લા આરોગ્ય અધિકારી સહિત જીલ્લાના તમામ પ્રોગ્રામ ઓફિસરો અને તાલુકા હેલ્થ ઓફિસરો તથા જીલ્લાના તમામ મેડીકલ ઓફિસરો અને એનજીઓના પ્રતિનિધીઓ તથા ગોધરા શહેરાના અગ્રગણ્ય ગાયનેકોલોજીસ્ટ તથા બાળ રોગ નિષ્ણાંત તજજ્ઞો પણ ઉપસ્થિત રહ્યા હતા.