પંચમહાલ જીલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન અંંતર્ગત ૪૦ હજાર નવા મતદાર ઉમેરાયા

ગોધરા,
પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત જિલ્લા માંથી નવા ૪૦,૦૦૦ મતદારો નોંધાવા પામ્યા છે.ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચાલવાયેલા મતદાર જાગૃતિ અભિયાન સાર્થક થયું તેમ કહી શકાય.

આગામી સમય માં યોજાનાર ચૂંટણીઓ માટે સરકાર દ્વારા મતદાર જન જાગૃતિ અભિયાનની મુહિમ શરૂ કરાઇ હતી.જેમાં પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને જિલ્લા ના ગામેગામ આ અભિયાન હાથ ધરતા જાગૃતિ રથ ફેરવવામાં આવ્યા હતા. જેમાં પંચમહાલ જિલ્લા વહીવટી તંત્રને સફળતા હાથ લાગતા જિલ્લામાં નવા મતદારોએ મોટી સંખ્યામાં મતદાર તરીકે નામ નોંધાવ્યા હતા.

જેમાં પંચમહાલ જિલ્લાની ચૂંટણી શાખાના અધિકારીના જણાવ્યા અનુસાર પંચમહાલ જિલ્લા માંથી ફોર્મ નં.૬(નવા મતદારો) માં ૪૦,૦૦૦ નામ નોંધાવવા પામ્યા છે. જ્યારે ફોર્મ નં.૭ (નામ કમી કરવાના) માં ૧૧૦૦૦, ફોર્મ નં.૮( મતદાર યાદીમાં સુધારા વધારા) માટે ૧૪,૦૦૦ તેમજ ફોર્મ નં.૮ એ માટે ૨૭૦૦ નામ નોંધાવવા પામ્યા છે.પંચમહાલ જિલ્લા માં છેલ્લા આંકડા અનુસાર કુલ ૧૨,૩૦,૫૪૦ મતદારો નોંધાવા પામ્યા છે.

જેમાં પુરૂષ-૬,૩૨,૦૦૦ અને સ્ત્રી-૫,૯૭,૦૦૦ નો સમાવેશ થાય છે.જેમાં પંચમહાલ જિલ્લાના વિવિધ વિવિધ તાલુકાઓમાં નવા મતદારો માટે ફોર્મની યાદી આ પ્રમાણે નોંધાવા પામી છે.જેની તપાસ પ્રક્રિયા હાલ ચાલુ છે.

  • તાલુકો…. ફોર્મ ની સંખ્યા
  • શહેરા. ૧૨,૦૦૦
  • મોરવા હડફ. ૧૦,૫૦૦
  • ગોધરા. ૧૭,૦૦૦
  • કાલોલ. ૧૩,૦૦૦
  • હાલોલ. ૧૪,૦૦૦