ગોધરા,
પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં કોરોના સંક્રમણના કેસોમાં વધારો થઇ રહ્યો છે. અને આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. ગોધરા શહેરમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે. સાથે નવા સ્ટ્રેન સાથે કોરોના વધુ ધાતક બન્યો છે.આજરોજ જિલ્લામાં ૨૭ પોઝીટીવ કેસો નોંધાવા પામ્યા છે.
પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં કોરોના સંક્રમણ વધુ તેજ બન્યુ છે. કોરોના કેસ ગોધરા શહેરમાં રોકેટની ગતિએ વધી રહ્યા છે. તે જોતા સ્થિતિ આનાથી વધુ વકરે તે પહેલા લોકો માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને પોતે તેમજ પોતાના પરિવારને સંક્રમણથી બચાવવા જાગૃત રહેવુ જરી છે. પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં બીજા સ્ટ્રેનના કોરોના વાયરસ ધાતક નીવડી શકે છે.કારણ કે કોરોના સંક્રમણ વધુ ઝડપી ફેલાઈ રહ્યો છે. સાથે કોરોના સંક્રમણને લઈ છેલ્લા ત્રણ દિવસમાં ગોધરા શહેરમાં કોરોના સંક્રમિત ૬ જેટલા વ્યકિતઓના મોત પણ નીપજયાં છે.
પંચમહાલ જિલ્લા સહિત ગોધરામાં આજરોજ ૨૭ પોઝીટીવ કેસ નોંધાવવા પામ્યા છે. જયારે પોઝીટીવ સક્રિય દર્દીઓની સંખ્યા ૨૨૧ સુધી પહોંચી છે.વધી રહેલ કોરોના સંક્રમણના કેરને લઈ આરોગ્ય તંત્ર સતર્ક બન્યુ છે.
ગોધરા શહેરમાં કોરોનાના વધતા જતાં કેસોને લઈ વહીવટી તંત્ર સતર્ક બન્યુ છે ત્યારે પાલિકા પ્રમુખ અને સભ્યોએ કોરોના મહામારીને લઈ લોકો માસ્કના ઉપયોગ અવશ્ય કરે તેવા હેતુ સાથે પાંજરાપોળ ચાંચરચોક ખાતે માસ્ક વિતરણના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને લોકોને માસ્ક પહેરવા અપીલ કરી હતી.
પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં કોરોના મહામારીના કેસમાં વધારો થયો છે. બીજા સ્ટ્રેનના કોરોના વાયરસ પહેલા કરતા ઝડપી રીતે લોકોમાં પ્રસરી રહ્યો છે. શહેરમાં વધતા જતાં કોરોના કોરોના કેસને વહીવટી તંત્ર સતર્ક અને ચિંતિત બન્યુ છે. ત્યારે ગોધરા નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ સોની, નરીભાઈ રામનાની સહિતના સભ્યો દ્વારા પાંજરાપોળ ચાંચરચોક ખાતે માસ્ક વિતરણ કરવામાં આવ્યુ હતુ. પાલિકા પ્રમુખ દ્વારા નગરજનોને માસ્ક આપીને માસ્ક વગર ફરતા લોકોને માસ્ક પહેરવા માટે અપીલ કરી હતી. પાલિકા પ્રમુખ દ્વારા માસ્ક વિતરણ કરીને કોરોના મહામારીની ગંભીરતા માટે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે.
ધુળેટીના પર્વને લઈ જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ૧૪૪ લાગુ
પંચમહાલ જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ધુળેટીના તહેવારને અનુલક્ષીને ૧૪૪ લાગુ કરેલ છે. જાહેર માર્ગો પર ટોળા થવા તેમજ કલર કે પાણીથી ધુળેટી રમવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જાહેર માર્ગો ઉપર અથવા સોસાયટીઓમાં લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે જિલ્લાવાસીઓ કોરોના કાળમાં વહીવટી તંત્ર દ્વારા લોકોની આરોગ્યની ચિંતા સાથે લાગુ કરવામાં આવેલ ૧૪૪ની અમલવારી લોકો કરે તે જરી છે.
ગોધરા તાલુકાના નદીસર ગામમાં કોરોનાના કેસો વધતાં ફફડાટ
નદીસર,
સમગ્ર ગુજરાતમાં સાથે પંચમહાલ જિલ્લામાં માં પણ બે અઠવાડિયા થી કોરોના ના નવા કેસમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે ત્યારે હવે શહેરી વિસ્તારો સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કેસ આવતા ગ્રામ્ય જનતામાં ચિંતા જોવા મળે છે.ગોધરા તાલુકાના નદીસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એન્ટી જન ટેસ્ટ માં સાત વ્યક્તિ કોરોના પોઝિટિવ આવ્યા છે તેમજ કાકણપુર ખાતે પણ છ વ્યક્તિ પોઝિટિવ આવતા ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધુ ફેલાવા ની શક્યતા વધી છે.નદીસર તેમજ કાકણપુર ખાતે કોરોના પોઝિટિવ આવેલા તમામ વ્યક્તિ ઓને તંત્ર દ્વારા હોમ આઈસોલેટ કરી જરૂરી દવા અને સૂચનો આપવા આવ્યા છે કેસ આવતા જ નદીસર અને કાકણપુર ગ્રામ પંચાયત દ્વારા સંક્રમણ વધુ ન ફેલાઇ તે અંગે આગામી સમયમાં તકેદારી રાખવામાં આયોજન કરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળે છે.ગોધરા તાલુકા ના પશ્ર્ચિમ વિસ્તાર ના તમામ ગામો ને વહીવટી વ્યાપારિક અને સામાજિક સબંધો ગોધરા અને ખેડા જિલ્લાના સેવાલિયા ખાતે વધુ હોય ત્યાં વધુ માત્રામાં જોવા મળતા સંક્રમણ ના કારણે ત્યાં આવન જાવન કરતા વ્યક્તિ ઓને નિયમો પાલન કરવા સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા જણાવવા માં આવ્યું છે.