![](https://www.panchmahalsamachar.com/wp-content/uploads/2020/08/images_1584088167368_coronavirus_graphic_web_feature-1024x574.jpg)
- ૩૬ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ,
- સક્રિય દર્દીઓનો આંક ૧૪૩ થયો
- કુલ કેસનો આંક ૩૫૪૨ થયો
- કોરોનાને પછડાટ આપી ૩૨૭૩ દર્દીઓ સાજા થયા
પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-૧૯ સંક્રમણના ૨૫ નવા કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા ૩૫૪૨ થવા પામી છે. ૩૬ દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓ ૧૪૩ રહ્યા છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે.
નવા મળી આવેલા કેસોમાંથી શહેરી વિસ્તારોમાંથી ૧૯ કેસો મળી આવ્યા છે. જે પૈકી ગોધરામાંથી ૧૫, હાલોલમાંથી ૦૪ કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ ૨૫૮૭ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી આજે ૦૬ કેસ મળી આવ્યા છે. જે પૈકી ગોધરા ગ્રામ્યમાંથી ૦૧, કાલોલમાંથી ૦૨ અને શહેરામાંથી ૦૩ કેસ મળી આવ્યા છે. આ સાથે જ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી મળી આવેલ કેસોની સંખ્યા ૯૫૫ થવા પામી છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ ૩૬ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા ૩૨૭૩ થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૧૪૩ થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે.