- ૧૫ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ
- સક્રિય દર્દીઓનો આંક ૧૩૩ થયો
- કુલ કેસનો આંક ૨૬૭૨ થયો
- કોરોનાને પછડાટ આપી ૨૪૨૦ દર્દીઓ સાજા થયા
ગોધરા, પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-૧૯ સંક્રમણના ૦૯ નવા કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા ૨૬૭૨ થઈ છે. ૧૫ દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં ૧૩૩ સક્રિય દર્દીઓ રહ્યા છે
જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળી આવેલા કેસો પૈકી જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી ૦૪ કેસો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ૦૫ કેસ મળી આવ્યા છે. ગોધરા શહેરમાંથી ૦૧ અને હાલોલ શહેરમાંથી ૦૩ કેસો મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ ૧૯૬૩ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં હાલોલ ગ્રામ્યમાંથી ૦૨ અને કાલોલ ગ્રામ્યમાંથી ૦૩ કેસ મળી આવ્યા છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ ૧૫ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા ૨૪૨૦ થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૧૩૩ થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે.