પંચમહાલ જીલ્લામાં આજરોજ ૩૦ કોરોના પોઝીટીવ કેસો

godhra-corona
  • ગોધરા -૧૨
  • હાલોલ – ૦૨
  • કાલોલ – ૦૧
  • ગોધરા ગ્રામ્ય – ૦૨
  • હાલોલ ગ્રામ્ય – ૦૫
  • કાલોલ ગ્રામ્ય – ૦૨
  • ઘોઘંબા ગ્રામ્ય – ૦૫
  • જાંબુધોડા ગ્રામ્ય – ૦૧
  • સક્રિય કેસ – ૨૪૭
  • સાજા થયેલ દર્દી – ૩૯
  • મૃત્યુ આંક – ૦૧

ગોધરા,
પંચમહાલ જીલ્લા સહિત ગોધરા શહેરમાં બીજી લહેરનું કોરોના સંક્રમણ ધાતક બની રહ્યું છે. કોરોનાના બીજા સ્ટેનમાં લોકો ઝડપ થી કોરોના સંક્રમણના ભોગ બની રહ્યા છે. જે આરોગ્ય વિભાગ અને વહીવટીતંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે.

જીલ્લામાં વધતા જતાં સંક્રમણને લઈ લોકો માસ્કનો ઉપયોગ કરે તેમજ કોરોના રસીકરણનો લાભ લે તેવી અપીલ કરાઈ રહી છે. આજરોજ ૩૦ કોરોના પોઝીટીવ કેસ નવ નોંધાયા છે. જ્યારે ૩૯ દર્દીઓ સાજા થતાં રજા આપવામાં આવી છે.

પંચમહાલ જીલ્લામાં કોરોનાની બીજી લહેરમાં કોરોના સંક્રમણ ધીમી ગતિ થી અજગરી ભરડો લઈ રહ્યું છે. અગાઉને કોરોના સંંક્રમણ શહેરી વિસ્તારોમાં વધુ જોવા મળતું હતું. પરંતુ બીજા સ્ટેનના કોરોના સંક્રમણમાં ગ્રામ્ય વિસ્તારોના લોકો પણ સંક્રમણના ભોગ બની રહ્યા છે. કોરોના વધતો જતો પ્રકોપ આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્રને ચિંતામાં મુકયા છે. સ્થાનિક સ્વરાજની ચુંટણીઓના પ્રચાર વખતે લોકો માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવાનું ચુકયા હતા. તેના પરિણામ સ્વ‚પ કોરોના બમણી ગતિથી વકર્યા છે. કોરોનાના બીજા સ્ટેનમાં મૃત્યુ આંક પણ વધી રહ્યો છે. સાથે હવે ૧૨ વર્ષથી નાની વયના બાળકો પણ કોરોના સંક્રમણનો ભોગ બની રહ્યા છે. તે ચિંતા ઉપજાવે તેવી બાબત છે.

જીલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણને લઈ વહીવટી તંત્ર લોકોને માસ્ક પહેરવા માટે તેમજ કોરોના વેકસીન લેવા માટે અપીલ કરી રહી છે. પંચમહાલ જીલ્લામાં આજરોજ ૩૦ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. તેમાં ગોધરા-૧૨, હાલોલ-૨, કાલોલ-૧ મળી ૧૫ કેસ શહેરી વિસ્તારમાં નોંધાયા છે. જ્યારે ગોધરા ગ્રામ્ય તાલુકામાં-૨, હાલોલ ગ્રામ્ય-૫, કાલોલ ગ્રામ્ય-૨, ઘોઘંબા તાલુકામાં ૫, જાંબુધોડા-૧ મળી કુલ ૧૫ કોરોના પોઝીટીવ કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાવા પામ્યા છે. આજરોજ ૩૯ દર્દીઓ કોરોનાને માત આપીને સાજા થયા છે. જ્યારે ૧ કોરોના દર્દીનું મોત નિપજાવા પામ્યું છે.