પંચમહાલ જીલ્લામાં કોરોના ૨૯ કેસ પોઝીટીવ : ગોધરામાં ૧૪ પોઝીટીવ કેસ નોંધાયા

  • ગોધરા – ૧૪
  • કાલોલ – ૦૯
  • હાલોલ – ૦૪
  • ગોધરા ગ્રામ્ય – ૦૨
  • સક્રિય કેસ – ૨૫૭
  • સાજા થતાં રજા અપાઈ – ૨૪

ગોધરા,
પંચમહાલ જીલ્લા સહિત ગોધરામાં કોરોના કહેર યથાવત જોવા મળી રહ્યો છે. પ્રતિદિન કોરોના સક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આજરોજ જીલ્લામાં ૨૯ કોરોના પોઝીટીવ દર્દી નવા નોંધાયા છે. જ્યારે ૨૪ દર્દીઓ કોરોના મળી આપીને સાજા થતાં રજા આપવામાં આવી છે. વેજલપુર કે.કે.હાઈસ્કુલમાં એક શિક્ષકનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવતાં સ્કુલના સ્ટાફ તથા વાલીઓમાં ચિંતા વ્યાપી ગઈ છે.

પંચમહાલ જીલ્લામા સહિત ગોધરા શહેરમાં બીજી કોરોના લહેરની અસર વધારો જોવા મળી રહી છે. બીજા સ્ટેનના કોરોના સંક્રમણના દર્દી ઘરખમ વધારો થઈ રહ્યો છે. તેમાં પણ બીજા સ્ટેનમાં કોરોના સંક્રમણનો ભોગ બનનાર દર્દીઓમાં મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. તે ચિંતા ઉપજાવી રહ્યો છે. રાજ્ય સહિત જીલ્લાઓમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હતું. પરિણામે કોરોના સંક્રમણ વધ્યું છે. પંચમહાલ જીલ્લામાં આજરોજ ૨૯ કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાયા છે. જ્યારે સક્રિય કેસની સંખ્યા ૨૫૭ પહોંચી છે. આજરોજ ૨૪ દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થતાં રજા અપાઈ છે. વધતા જતાં કોરોના સંક્રમણને લઈ જીલ્લા આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર ચિંતીત બન્યું છે. લોકોને માસ્ક પહેરવા માટે તેમજ વેકસીન લેવા માટે અપીલ કરી છે.