- સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં રખાયેલ બેદરકારીનો ભોગ હવે શિક્ષકો બન્યા.
- જીલ્લાના વિવિધ તાલુકાની પ્રા.શાળાના ૩૦ થી વધુ શિક્ષકો કોરોના પોઝીટીવ નોંધાયા.
- પ્રા.શાળાના શિક્ષકો કોરોના પોઝીટીવ નોંધાતા વાલીઓમાં ચિંતાનો ભય.
- માંડ વર્ષ પૂર્ણ થવાના અંતે શરૂ થયેલ શાળાઓમાં શિક્ષકો સંક્રમિત થતાં પૂન: શિક્ષણ ખોરવાયું.
ગોધરા,
પંચમહાલ જીલ્લામાં પ્રતિદિન કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આજરોજ જીલ્લામાં ૧૮ કોરોના પોઝીટીવ કેસ નોંધાવા પામ્યા છે. તદ્ ઉપરાંત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગ્રાઉન્ડ લેવલ પર કામ કરનાર ૨૦ થી વધુ શિક્ષકો કોરોના પોઝીટીવ થવા પામ્યા છે. જેને લઇ આરોગ્યતંત્ર સાથે જીલ્લા વહીવટી તંત્ર સર્તક બન્યું છે.
પંચમહાલ જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચુંટણી પહેલા કોરોના સંક્રમણના કેસ નહિવત બન્યા છે. માંડ એક અથવા બે કોરોના સંક્રમણના કેસ નોંધાઈ રહ્યા હતા પરંતુ જેવી સ્થાનિક સ્વરાજની ચુંટણી પુરી થઈ તેની સાથે જાણે કોરોના પુન: માથું ઉંચકયું હોય તેમ લાગી રહ્યું છે. સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ પુરી થતાં રાજ્યના મહાનગરોની હાલત કોરોના સામે ખૂબ ચિંતાની સ્થિતી ઊભી થઈ છે. જેને ધ્યાનમાં રાખીને મહાનગરોમાં રાત્રી કફર્યું લાગુ કરવામાં આવ્યું છે. સાથે વધતા જતાં કોરોના કેસને લઈ ક્ધટેનમેન્ટ અને માઈક્રો ક્ધટેનમેન્ટ ઝોનની સંખ્યા વધી રહી છે. સ્થાનિક સ્વરાજની ચુંટણી પુરી થવા બાદ માત્ર કોરોનો સંક્રમણ મહાનગરોમાં જ નહિ પરંતુ નગર પાલિકા વિસ્તારો પણ જોવા મળી રહ્યું છે.
પંચમહાલ જીલ્લાની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજની ચુંટણી પહેલા કોરોના સંક્રમિત કેસ જે માંડ ૧ અથવા ૨ નોંધાઈ રહ્યા હતા. જેના સ્થાને હાલ સ્થાનિક સ્વરાજની ચુંટણીના પ્રચાર -પ્રસારમાં સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કનો ઉપયોગ ટાળવામાં આવ્યો હતો. જેના પરિણામ સ્વરૂપ કોરોના સંક્રમણના કેસ વધતા જોવા મળ્યા છે. સ્થાનિક સ્વરાજની ચુંટણીઓમાં ચંુંટણી કામગીરીમાં બુથ ઉપર મુકવામાં આવેલ હોય તેવા શિક્ષકોમા કોરોના સંક્રમણ વધી રહ્યા છે. ચુંટણી ટાણે રાખવામાં આવેલ બેદરકારીનો ભોગ હવે શિક્ષકો બની રહ્યા છે. પંચમહાલ જીલ્લાના વિવિધ તાલુકાની પ્રા.શાળાના ૨૦ જેટલા શિક્ષકો કોરોના પોઝીટીવ નોંધાયા. આજરોજ પંચમહાલ જીલ્લામાં ૧૮ કોરોના કેસ નવા નોંધાવા પામ્યા છે. તે પૈકી ગોધરા શહેરના ૧૦ કોરોના સંક્રમિત કેસ વધ્યા છે. તે જોતા કોરોના સંક્રમણ પુન: ભરડો લઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. જીલ્લામાં વધતા જતાં કોરોના સંક્રમિત કેસને લઈ જીલ્લા આરોગ્ય તંત્ર તેમજ વહીવટી તંત્ર ચિંતીત બન્યું છે. જીલ્લાવાસીઓ કોરોના સંક્રમણ થી બચવા માસ્કનો તેમજ સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને કોરોના સંક્રમણ થી બચી શકાય છે.
પંચમહાલ જીલ્લાના વિવિધ તાલુકાની પ્રાથમિક શાળાઓના ૧૮ શિક્ષકો કોરોના સંક્રમિત
પંચમહાલ જીલ્લાની પ્રાથમિક શાળાઓના શિક્ષકો કોરોના સંક્રમિત થયા છે. આવા શિક્ષકો હાલ હોમ કોરોન્ટાઈન કરાયા છે.
પંંચમહાલ જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચુંટણી પુરી થતાં સાથે કોરોના કેસમાં વધારો થયો છે. તેમાં પણ માંડ આખું વર્ષ પુરું થવાના અને માંડ ધો.૬ થી ૧૨ના વિદ્યાર્થીઓને કોરોના ગાઈડ લાઈન સાથે ઓફ લાઈન શિક્ષણ માટે શાળામાં વાલીઓની સંમતિ સાથે અભ્યાસ અર્થે આવતા થયા હતા. ત્યાં જ પંચમહાલ જીલ્લાના સરકારી પ્રા.શાળાઓના શિક્ષકો કોરોના સંક્રમિત થયાના કેસ સામે આવી રહ્યા છે. કાલોલ તાલુકાના પીંગળી, મોટી શામળદેવી, ડેરોલ સ્ટેશન, કાલોલ ક્ધયા શાળા, મોરવા(હ), આગરવાડ, મોજરી, શહેરા, હાલોલ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો કોરોના સંક્રમિત થયા છે. જીલ્લામાં અત્યાર ૧૮ શિક્ષકો કોરોના સંક્રમિત થયા છે. જેને લઈ શિક્ષણ વિભાગ સાથે વાલીઓ ચિંતીત બન્યા છે.