પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણના નવા ૨૧ કેસો નોંધાયા

  • ૧૪ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ
  • સક્રિય દર્દીઓનો આંક ૧૮૯
  • કુલ કેસનો આંક ૨૬૧૩ થયો
  • કોરોનાને પછડાટ આપી ૨૩૦૮ દર્દીઓ સાજા થયા

 ગોધરા, પંચમહાલ જિલ્લામાં  આજે કોવિડ-૧૯ સંક્રમણના ૨૧ નવા કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા ૨૬૧૩ થઈ છે. ૧૪ દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં ૧૮૯ સક્રિય દર્દીઓ રહ્યા છે

જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળી આવેલા કેસો પૈકી જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી ૧૬  કેસો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ૦૫ કેસ મળી આવ્યા છે. ગોધરા શહેરમાંથી ૧૪ અને હાલોલ શહેરમાંથી ૦૨ કેસો મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ ૧૯૨૪ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ગોધરા ગ્રામ્યમાંથી ૦૨, હાલોલ ગ્રામ્યમાંથી ૦૧ કેસ અને કાલોલ ગ્રામ્યમાંથી ૦૨ કેસ મળી આવ્યા છે.  સારવાર બાદ સાજા થતા આજે કુલ ૧૪ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા ૨૩૦૮ થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૧૮૯ થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે