પંચમહાલ જીલ્લાના ૨૯ જેટલા આદિવાસી ખેડુતોની હકક પત્રકાની માટે ૪૦ વર્ષ સુનાવણી હાથ ધરાઈ

ગોધરા,
પંચમહાલ જીલ્લાના ૨૯ જેટલા જંગલની જમીન ખેડુત આદિવાસી ખેડુતોના હકકપત્રો મેળવવાની સુનાવણી જીલ્લા કલકેટર કચેરી ખાતે યોજાઈ હતી. અપીલ માહિતી દ્વારા ૪૦ વર્ષ બાદ યોજવામાં આવેલ હકકપત્ર માટેની સુનાવણીમાં ખેડુતો માસેથી જમીનના પુરાવા માંગવામાં આવ્યા.

ગુજરાત સરકાર દ્વારા આદિવાસીઓ તેમજ નવવાસીઓનું જીવન ધોરણ ઉંચુ લાવવા માટે અનેક યોજનાઓ જાહેર કરવામાં આવી છે. જ્યારે બીજી તરફ સરકારની અગાઉના કાયદા મુજબ ખેડ તેની જમીન અંતર્ગત જંગલ અને અન્ય જમીન વર્ષોથી ખેડુત લોકોને સરકાર દ્વારા જમીનના હકકપત્રક આપવાની જાહેરાત કરી હતી. તે મુજબ સરકારી જાહેર કાર્યક્રમોમાં જંગલની જમીન ખેડતા અનેક આદિવાસી ખેડુતોને જમીનના હકક પત્રક આપવા જાહેરાત કરવામાં આવી છે. પરંતુ પંચમહાલ જીલ્લાના આદિવાસી જંગલની જમીન ખેડુતોને હકકપત્રો આપવામાં આવ્યા નથી. જીલ્લાના ગોધરા અને શહેરાના ૧૦૦ જેટલા ખેડુતો ૪૦ વર્ષથી પોતાની જમીનના હકકપત્રો મેળવવા માટે સરકારી કચેરીઓમાં આંટા મારતા જોવા મળે છે. પંચમહાલ જીલ્લામાં જંગલ જમીન વર્ષોથી ખેડુત હોય તેવા ખેડુતોના હકકપત્રકો માટેની ૪૦ વર્ષથી માંગણી કરી રહ્યા છે. ત્યારે આવા ખેડુતોને ૪૦ વર્ષના ગાળામાં માત્ર બે વખત સાંભળવામાં આવ્યા છે. ખેડુતો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે પૂર્વજો વખતથી જંગલની જમીન ખેડતા આવ્યા છે અને આ બાબતના પુરાવા અનેક વખત સરકારી કચેરીઓમાં આપવામાં આવ્યા છે. તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા નિયમો બહારની ત્રુટીઓ કાઢીને જમીનના હકક પત્રકો આપવાથી દુર રાખવામાં આવે છે. તેવા આક્ષેપો ખેડુતો દ્વારા કરાઈ રહ્યા છે.