પંચમહાલ જીલ્લામાં “તાઉ તે” વાવાઝોડાની અસર દિવસ દરમ્યાન ધીમી ધારે તો કયાંક ધોધમાર વરસાદ : વાવાઝોડામાં બાઈક ઉપર ઝાડ પડતા મહિલાનું મોત

ગોધરા,
પંચમહાલ જીલ્લામાં તાઉ તે વાવાઝોડાની અસર જોવા મળી છે. વાવાઝોડું દરિયા કિનારે ત્રાટકયું તે પહેલા ધીમીધારે વરસાદ અને પવન ફુંકાવવાનું ચાલુ રહ્યું હતું. તોડી રાત્રીએ તાઉ તે વાવાઝોડું, સૌરાષ્ટ્રના દરિયા કંાઠે ટકરાતા તબાહી મચાવીને આગળ વધ્યું છે. વાવાઝોડાની અસર રાજ્યભરમાં જોવા મળી છે. પંચમહાલ જીલ્લામાં વહેલી સવાર થી ધીમીધારે તો કોઈ તાલુકામાં ધમાકેદાર રીતે વરસાદ જોવા મળ્યો છે.

જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તાઉ તે વાવાઝોડાની અસરને પહોંચી વળવા માટે સર્તક બન્યું છે. આજે સમી સાંજે ઉત્તર ગુજરાતમાં ૬૦ થી ૭૦ કિલોમીટરની ઝડપી પવન ફુંકાતા તેની અસર પંચમહાલ જીલ્લામાં જોવા મળી છે. અને ઘોઘમાર વરસાદ વરસી રહ્યો છે. પવનના સુસવાડી સાથે વરસતા વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.

ગુજરાતના સૌરાષ્ટ્રના રાજુલા, ઉના, ગીર સોમનાથ વચ્ચે દરીયા કિનારે ટકરાયું હતું. ૧૭૦ થી ૧૭૫ કિલોમીટરની ઝડપે ફુંકાયેલ વાવા એ સૌરાષ્ટ્રના ચાર જીલ્લાઓમાં ભારે તબાહી મચાવીને દીવ તરફ આગળ વધ્યું છે. પરંતુ તાઉ તે વાવાઝોડાની અસર આગામી ૭૨ કલાક સુધી ગુજરાત રાજ્યમાં જોવા મળશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રના દરિયા કિનારે વાવાઝોડું ટકરાયા બાદ તેની અસર મધ્ય ગુજરાતમાં પણ જોવા મળી છે. પંચમહાલ જીલ્લામાં ગોધરા સહિતના તમામ તાલુકાઓમાં વહેલી સવાર થી ધીમીધારે વરસાદ તો કયાંક ધમાકેદાર રીતે વરસાદ વરસી રહ્યો હતો. આજરોજ મોડી સાંજ ઉત્તર ગુજરાતમાં અમદાવાદ સહિતના જીલ્લાઓમાં ૬૦ થી ૭૦ કિલોમીટરની ઝડપી ફુંકાયેલા વાવાઝોડા સાથે તોફાની વરસાદ પડયો છે. તેની અસર પંચમહાલ જીલ્લામાં પણ જોવા મળી છે. ભારે પવનના સુસવાટા સાથે વરસાદ વરસી રહ્યો છે. પંચમહાલ જીલ્લામાં તાઉ તે વાવાઝોડાની અસર અને સંભવિત નુકશાનને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર એલર્ટ મોડ ઉપર છે. તમામ તાલુકામાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ તલાટી કમ મંત્રીઓને ૪૮ કલાક માટે જેને ફરજના સ્થળે હાજર રહેવાનો આદેશ આપ્યો છે. તાઉ તે વાવાઝોડાની ભારે પવનો ફુંકાતા મોરવા(હ)થી રામપુર જવાના માર્ગ ઉપર થી દંપતિ બાઈક ઉપર પસાર થઈ રહ્યું હતું. તેની ઉપર ઝાડ પડતાં બાઈક ઉપર બેઠેલ મહિલાનું મોત નિપજાવા પામ્યું છે.

પંચમહાલ જીલ્લામાં તાઉ તે વાવાઝોડામાં ૭૫ હાઈટેન્શન પોલ અને ૨૭ સાદા પોલ ધરાશાય…

પંચમહાલ જીલ્લામાં તાઉ તે વાવાઝોડાની અસરને લઈ છેલ્લા ૨૪ કલાકમાં ૭૫ હાઈટેન્શન લાઈનના વીજ પોલ તેમજ ૨૭ સાદી લાઈનના વીજપોલ ધરાશાહીની ધટના બનવા પામી છે.વાવાઝોડામાં ગોધરા સર્કલના ૬૨ ગામોમાં વીજ પુરવઠો ખોરવાતા વીજ કં૫નીને વીજ પુરવઠો શરૂ કર્યો હતો.

પંચમહાલ જીલ્લામાં તાઉ તે વાવાઝોડાની અસર હેઠળ તમામ તાલુકાઓમાં વરસાદની અસર જોવા મળી છે.

ગોધરા- ૬ મી.મી.
કાલોલ-૬ મી.મી.
ઘોઘંબા-૫ મી.મી.
જાંબુધોડા-૬ મી.મી.
મોરવા(હ)-૩ મી.મી.
શહેરા- ૩ મી.મી.
હાલોલ- ૧૩ મી.મી.

Don`t copy text!