પંચમહાલ જીલ્લામાં સોમવારે કોરોના ૧૧૨ કેસ નોંધાવા પામ્યા

શહેરી વિસ્તારમાં ૪૦ અને ગ્રામ્ય વિસ્તારમાં ૭૨ કેસ નોંધાયા

ગોધરા,
પંચમહાલ જીલ્લામાં કોરોના મહામારીની બીજી લહેર ધાતક રીતે લોકોને સંક્રમણનો ભોગ બનાવી રહી છે. જીલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણના કેસમાં વધારો થતાં આરોગ્ય વિભાગ ચિંતીત બન્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમિત દર્દીઓ માટે ગ્રામ્ય વિસ્તારોમાં આઈસોલેશન સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. ગામડાઓમાં ઉભા કરવામાં આવેલ આઈસોલેશન સેન્ટરમાં કોરોના સંક્રમિત દર્દીને આઈસોલેશન સેન્ટર ખાતે સારવાર અર્થે રાખવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પંચમહાલ જીલ્લામાં આજરોજ ૧૧૨ પોઝીટીવ કેસ નવા નોંધાવા પામ્યા છે. જ્યારે ૧૦૦ જેટલા કોરોના દર્દી સાજા થતાં રજા આપવામાં આવી છે.

પંચમહાલ જીલ્લા કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ ઝડપી ફેલાઈ રહ્યું છે. બીજી વેવમાં શહેરી વિસ્તારમાં કોરોના સંક્રમણના દર્દીઓની સંખ્યા મોટા પ્રમાણમાં વધતી જોવા મળી હતી. કોરોનાની બીજી વેવમાં કોરોના સંક્રમણના ભોગ બનતા દર્દીઓમાં ઓકસીજન લેવલ ધટવાની સમસ્યા જોવા મળી છે. ઓકસીજન લેવલ ધટી જવાને લઈ તેમજ ઓકસીજનની તત્કાલ વ્યસ્થાના અભાવે કેટલાય દર્દીઓ કોરોનામાં જાન ગુમાવી છે. પંચમહાલ જીલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ડેઈલી કોરોના દર્દીઓની સંખ્યા દર્શાવવામાં આવતી હોય છે. પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા દર્શાવતા કોરોના સંક્રમણના કેસમાં જાણે કૃત્રિમ ધટાડો અને વધારો જોવા મળી રહ્યો છે. તેને લઈ લોકોમાં પંચમહાલ જીલ્લામાં શહેરી વિસ્તારોમાં હાલોલમાં એક દિવસમાં ૧૦૦ થી ૧૫૦ જેટલા કોરોના સંક્રમણના કેસ નોંધાવા પામ્યા હતા. તેમાં આજરોજ અચાનક હાલોલ શહેરમાં કોરોના આંક ઝીરો જોવા મળી રહયો છે. જ્યારે ગોધરા શહેરમાં છેલ્લા એક સપ્તાહ થી ૦ કેસ થી લઈ ૧૦ થી ૧૫ કોરોના કેસ નોંધાતા હતા. તેમાં આજે ઉછાળો જોવા મળ્યો છે. આજરોજ ગોધરા શહેરમાં કોરોના સંક્રમણના ૪૦ પોઝીટીવ કેસ નોંધાવા પામ્યા છે. જ્યારે જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ૭૨ પોઝીટીવ કેસ નવા નોંધાવા પામ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં હાલ કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે. તેને લઈ આરોગ્ય વિભાગ અને જીલ્લા વહીવટી તંત્ર ચિંતીત બન્યું છે. રાજ્ય સરકાર દ્વારા પણ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધારે ન ફેલાય તે માટે ચિંતા વ્યકત કરી છે અને ગામડાઓમાં આઈસોલેશન સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમિત દર્દીને હોમ કોરોન્ટાઈન થવા માટેની વ્યવસ્થા ન હ ોય ત્યારે આઈસોલેશન સેન્ટરમાં દાખલ કરવામાં આવે જેને લઈ કોરોના સંક્રમણ વધારે ફેલાઈ નહિ પંચમહાલ જીલ્લા આરોગ્ય તંત્ર લોકોને કોરોના સંક્રમણથી બચવા માટે કોરોના ગાઈડ લાઈનનું પાલન કરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરે તેવી અપીલ કરવામાં આવી રહી છે.

  • શહેરી વિસ્તાર
  • ગોધરા-૪૦
  • ગ્રામ્ય વિસ્તાર
  • ગોધરા-૨૦
  • હાલોલ-૦૧
  • ઘોઘંબા-૧૬
  • મોરવા(હ)-૧૦
  • શહેરા-૨૫
  • આજના કોરોના પોઝીટીવ-૧૧૨
  • સાજા થતાં રજા-૧૦૦
  • સક્રિય કેસ-૧૩૩૧