પંચમહાલ જીલ્લામાં આજે ૭૭ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

  • શહેરી વિસ્તાર
  • ગોધરા-૩૧
  • હાલોલ-૦૪
  • કાલોલ-૦૧
  • શહેરા-૦૧
  • ગ્રામ્ય વિસ્તારો
  • ગોધરા-૦૬
  • હાલોલ-૦૧
  • ઘોઘંબા-૨૨
  • મોરવા(હ)-૦૬
  • જાંબુધોડા-૦૧
  • શહેરા-૦૪
  • સક્રિય કેસ-૬૨૩
  • સજા થતા રજા અપાઈ -૨૧
  • મૃત્યુઆંક-૦૨,

પંચમહાલ જીલ્લાના કોરોના સંક્રમણના કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. જીલ્લા માટે કોરોનાની બીજી લહેર ધાતક નિવડી રહી છે. બીજા સ્ટ્રેનના કોરોના સંક્રમણમાં મોતનો જે ગતિથી વધી રહ્યો છે. જેને લઈ આરોગ્ય વિભાગ સહિત વહીવટી તંત્ર ચિંતીત જોવા મળી રહ્યું છે. કોરોનાની પ્રથમ લહેરમાં જે કોરોના સંક્રમણ શહેરી વિસ્તારોમાં જોવા મળી રહ્યું હતું. તે હવે બીજા સ્ટ્રેનમાં ગ્રામ્ય વિસ્તારોમાં ફેલાઈને ભરડો લઈ રહ્યું છે. કોરોના સંક્રમિત દર્દીઓને લઈ કોવિડ સરકારી હોસ્પિટલો તેમજ સરકાર દ્વારા નિયત કરેલ કોવિડ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ વધી રહ્યા છે. જેની સાથે કોરોના સંક્રમિત દર્દીઓની રીકવરી રેટ ખૂબ ઓછો જોવા મળી રહ્યો છે. પંચમહાલ જીલ્લામાં આજરોજ ૭૭ પોઝીટીવ કેસ નોંધાવા પામ્યા છે. જ્યારે કોરોનામાં બે વ્યકિતઓના મોત પણ થયા છે. ત્યારે જીલ્લાવાસીઓ કોરોનાની મહામારી થી સંક્રમિત થતા બચવા માટે માસ્કનો ઉપયોગ કરે તેમજ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરે તે જરૂરી છે.

ગુજરાત રાજ્યમાં કોરોના મહામારીની બીજી લહેરમાં કોરોના સંક્રમણ ઝડપી ફેલાઈ રહ્યું છે. રાજ્યમાં જે ગતિથી કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે. તેને લઈ કોવિડ હોસ્પિટલોમાં બેડ પણ ખુટી પડયા છે. કોરોનાના બીજા સ્ટ્રેનમાં કોરોના સંક્રમિત થતા દર્દીઓમાં ઓકસીજનની વધારે તકલીફ જોવા મળી રહી છે. જેને લઈ રાજ્ય સહિત દેશભરમાં ઓકસીજનની બુમો ઉઠવા પામી છે. કોરોના મહામારીની બીજી લહેર ગુજરાત રાજ્ય સહિત પંચમહાલ જીલ્લામાં ધાતક બનીને અજગરી ભરડો લીધો છે. પ્રતિદિન જીલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. તેમાં પણ કોરોના સંક્રમણમાં મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. હાલ કોરોનાની બીજી લહેર ધાતક રીતે લોકોને સંક્રમણના ભરડામાં લઈ રહી છે. તેમ છતાં લોકોમાં કોરોના મહામારીની ગંભીરતા લઈ રહ્યા નથી. માસ્ક પહેરવાનું ટાળી રહ્યા નથી. પરિણામે કોરોના સંક્રમણનો ભોગ બની રહ્યો છે. કોરોના સક્રમણના બીજા સ્ટ્રેનમાં હાલ જે કોરોના દર્દીઓ સંક્રમિત થઈ રહયા છે. તે આંક આવનાર સમયમાં વધી શકે છે. ત્યારે લોકો કોરોના સંક્રમણ થી બચવા માટે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરે તે જ‚રી છે. પંચમહાલ જીલ્લામાં આજ રોજ ૭૭ કોરોના પોઝીટીવ કેસ નવા નોંધાવા પામ્યા છે. જેમાં શહેરી વિસ્તારોમાં ગોધરા-૩૧, હાલોલ-૪, કાલોલ-૧, શહેરા-૧ જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ગોધરા-૬, હાલોલ-૧, ઘોઘંબા-૨૨, મોરવા(હ)-૬, જાંબુધોડા-૧, શહેરા-૪ પોઝીટીવ કેસ નોંધાવા પામ્યા છે. જીલ્લામાં કોરોનાની સારવાર લઈ રહેલા બે દર્દીઓના મોત નિપજાવા પામ્યા છે. હાલ કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી ૨૧ દર્દીઓ સાજા થતાં રજા આપવામાં આવી છે. જીલ્લામાં વધતા જતાં કોરોના સંક્રમણને લઈ આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર ચિંતા સાથે ઉભી થનાર આરોગ્યલક્ષી સેવાઓને વધારો કરવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.