પંચમહાલ જીલ્લામાં કોરોના સંક્રમણને જોતાં ગોધરા સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતાં જીલ્લા કોવિડ પ્રભારી રાજેશ માંજુ

  • કોરોના સંક્રમણને જોતાં ૪૦ બેડની ઓકિસજન સજજ આઈ.સી.યુ.ને સજજ કરાશે
  • જીલ્લામાં કોરોના દર્દીની સારવાર માટેની સુવિધાઓની સમીક્ષા કરાઈ
  • જીલ્લામાં કોરોના દર્દી માટે તમામ સગવડ હોવાનો દાવો

ગોધરા,
પંચમહાલ જીલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણના દર્દીઓને લઈ જીલ્લાના કોવિડ-૧૯ના પ્રભારી રાજેશ માંજુ એ ગોધરા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.

પંચમહાલ જીલ્લામાં કોરોનાની બીજી લહેર ધાતક બની રહી છે. કોરોનાના બીજા સ્ટેનમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંંખ્યા રોકેટ ગતિથી વધી રહી છે. બીજા સ્ટેનની કોરોના સંક્રમણમાં મૃત્યુ આંક વધી રહ્યો છે. આરોગ્ય વિભાગ તેમજ વહીવટી તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. પંચમહાલ જીલ્લામાં કોરોના સંક્રમણના વધતા જતાં દર્દીઓને જોતાં પંચમહાલ જીલ્લાના કોવિડ પ્રભારી રાજેશ માંજુ ગોધરા ખાતે આવી પહોંચ્યા હતા અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જીલ્લા કોવિડ પ્રભારી દ્વારા કોરોનાના કહેરની સ્થિતી જોતા મહત્વના નિર્ણય લીધા છે. નર્સીંગ કોલેજના ગ્રાઉન્ડ ફલોરમાં ઓકિસજન થી સજજ નવિન ૪૦ બેડ સાથે આઈ.સી.યુ. વોર્ડ ઊભો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જ્યારે ૨૫૦ બેડ ધરાવતા નર્સીંગ કોલેજમાં ૧૫૦ બેડ ઓકિસજન પોઈન્ટ થી સજજ કરવામાં આવશે સાથે હાલ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત ૫૭ બેડ ઓકિસજન થી સજજ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

હાલોલના તાજપુરા તેમજ ગોધરા અલ હયાત કોવિડ સેન્ટર ફરી શરૂ કરવામાં આવ્યા છે. પંચમહાલ જીલ્લાની તમામ કોવિડ હોસ્પિટલમાં ૫૦ ટકા થી ઓછા કોરોના દર્દીઓ સારવાર હેઠળ હોવાનો તંત્ર એ દાવો કર્યો છે.
પંચમહાલ જીલ્લામાં કોરોનાની બીજી લહેરમાં જે ગતિથી કોરોના સંક્રમણ વધ્યું છે સાથે કોરોના સંક્રમિત દર્દીઓના મોત થઈ રહ્યા છે. તે વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. જીલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણ જોતા આજરોજ પંચમહાલ જીલ્લા કોવિડ પ્રભારી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી છે. સાથે જીલ્લામાં કોરોનાના વધતા જતા સંક્રમણમાં દર્દીઓ માટે સુવિધા ઉભી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

જીલ્લામાં ઓકિસજન અને ઈન્જેકશનની સુવિધા પુરતા પ્રમાણે હોવાનો દાવો….

પંચમહાલ જીલ્લાની કોવિડ હોસ્પિટલમાંં કોરોના દર્દીઓના ઈલાજ માટે બેડની સુવિધા ઓકિસજન, ઈન્જેકશન સહિતની સુવિધા પુરતા પ્રમાણમાં હોવાનો વહીવટી તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

નર્સીંગ કોલેજના ગ્રાઉન્ડ ફલોરમાં ૪૦ બેડ ધરાવત ઓકિસજન સજજ આઈ.સી.યુ. વોર્ડ સજજ કરાશે…

પંચમહાલ જીલ્લાના કોવિડ પ્રભારી રાજેશ માંજુ એ જીલ્લાની સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને સુવિધાઓની સમીક્ષા કરી હતી. જીલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણને પહોંચી વળવા માટે નર્સીંગ કોલેજના ગ્રાઉન્ડ ફલોરમાં ઓકિસજન થી સજજ નવિન ૪૦ બેડ સાથે આઈ.સી.યુ.વોર્ડ ઉભો કરવાનો નિર્ણય કર્યો.

સિવિલ હોસ્પિટલમાં હાલ કાર્યરત ૫૭ બેડ ઓકિસજન થી સજજ કરાશે. ગોધરામાં અલ હયાત અને હાલોલના તાજપુરા કોવિડ સેન્ટર ફરી શરૂ કરવાનો નિર્ણય કરાયો.