પંચમહાલ જીલ્લામાં ૩૩ કેસ પોઝીટીવ : કુલ આંક 4695

  • ગોધરા – ૧૭
  • હાલોલ – ૦૩
  • કાલોલ – ૦૨
  • ગોધરા તાલુકા – ૦૪
  • ધોધંબા તાલુકા – ૦૨
  • હાલોલ તાલુકા – ૦૧
  • કાલોલ તાલુકા – ૦૩
  • મોરવા(હ) તાલુકા – ૦૧
  • સક્રિય કેસ -૨૫૪
  • રજા અપાઈ – ૨૬

ગોધરા,
પંચમહાલ જીલ્લા સહિત ગોધરા શહેરમાં કોરોના સંક્રમણના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેને લઈ જીલ્લા આરોગ્ય વિભાગ અને જીલ્લા વહીવટી તંત્ર ચિંતીત બન્યું છે. જીલ્લામાં આજરોજ ૩૩ કોરોના પોઝીટીવ કેસ નોંધાવા પામ્યા છે. જ્યારે ૨૬ દર્દીઓ સાજા થતાં રજા આપવામાં આવી છે.

પંચમહાલ જીલ્લામાં કોરોના સંક્રમણની બીજી લહેર ધાતક નિવડી રહી છે. બીજા સ્ટેનના કોરોના સંક્રમણ ઝડપી લોકોને સંક્રમિત કરી રહ્યું છે. બીજા સ્ટેનના કોરોના સંક્રમણમાં મૃત્યુ આંક પણ વધી રહ્યો છે. તે આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. સંક્રમણ ધટાડવા માટે લોકોને માસ્ક પહેરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. તેમ છતાં અમુક લોકો કોરોનાની મહામારીને ગંભીરતાથી લેતા નથી પરિણામ કોરોના સંક્રમણ વધી રહ્યું છે.

પંચમહાલ જીલ્લામાં આજરોજ ૩૩ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં ગોધરા-૧૭, હાલોલ-૦૩, કાલોલ-૦૨, જ્યારે ગોધરા તાલુકામાં-૦૪,ધોધંબા-૦૨, હાલોલ-૦૧, કાલોલ-૦૩, મોરવા(હ)-૦૧ નોંધાવા પામ્યા છે. આજરોજ ૨૬ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતાં રજા આપવામાં આવી છે. જીલ્લા આરોગ્ય વિભાગ તેમજ વહીવટી તંત્ર દ્વારા લોકોને માસ્ક પહેરવા માટે અપીલ કરવામા આવી રહી છે.