ગોધરા,
પંચમહાલ જિલ્લામાં સોમવાર ના રોજ કોરોનાના નવા ૧૬ પોઝિટિવ કેસ મળી આવ્યા છે. આ સાથે જિલ્લામાં કુલ કોરોના કેસોની સંખ્યા ૪૧૩૨ થવા પામી છે. જયારે જિલ્લામાં સક્રિય કેસોની કુલ સંખ્યા ૭૧ થઈ છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. શહેરી વિસ્તારોમાં આજે મળી આવેલા કેસો પૈકી ગોધરા શહેરમાંથી ૧૦ કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા ૩૦૭૧ થવા પામી છે. જ્યારે ગ્રામ્ય વિસ્તાર એવા ગોધરામાંથી ૦૫,હાલોલમાંથી ૦૧ કેસ મળી આવતા અત્યાર સુધીમાં ગ્રામ્ય વિસ્તારોમાં કુલ ૧૦૬૧ કેસો મળી આવ્યા છે. આજે કુલ ૦૭ દર્દીને સારવાર બાદ રજા આપવામાં આવી છે. આ સાથે રજા મેળવનારા કુલ વ્યક્તિઓની સંખ્યા ૩૯૨૦ થવા પામી છે. જિલ્લામાંથી અત્યાર સુધી નોંધાયેલ કુલ કેસોની સંખ્યા ૪૧૩૨ થવા પામી છે.
ત્યારે પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા કોરોના કેસોની સંખ્યામાં ધરખમ વધારો નોંધતા માત્ર જિલ્લાના ગોધરા શહેર અને તાલુકામાં ૧૫ કેસ નોંધાતા ગોધરા વાસીઓ અને તાલુકા વાસીઓઆ ફફડાટ ફેલાવા પામ્યો છે.ત્યારે પરિસ્થિતિ હજી પણ વણસી શકવાની પુરેપરી સંભાવના રહેલી હોય માટે સૌ કોઈએ સોશિઅલ ડિસ્ટન્સ નું પાલન,માસ્ક અને સેનેટાઇઝર નો મહત્તમ ઉપયોગ થકી સાવધાની કેળવવી જ પડશે.