પંચમહાલ જીલ્લામાં ભૂમાફિયાઓના ત્રાસ વધી રહ્યો છે ત્યારે લેન્ડ ગ્રેબિંગ એકટ થી લોકો વાકેફ કરવા તંત્ર પ્રયાસ કરે તેવી માંગ કરાઈ

અખિલ ભારતીય હિન્દુ મહાસભાના અધ્યક્ષ દ્વારા કલેકટરને લેખિત રજુઆત.

ગોધરા,
પંચમહાલ જીલ્લામાં જ્યારે પ્રતિદિન ભૂમાફિયાઓના ત્રાસ વધી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવેલ લેન્ડ ગ્રેબિંગ એકટની કડક અમલવારી કરવામાં આવે તેવી અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા માંગ કરી પંચમહાલ જીલ્લા કલેકટરને લેખિત રજુઆત કરાઈ છે.

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ એકટનો કાયદો લાવવામાં આવ્યો છે. પંચમહાલ જીલ્લામાં ભૂમાફિયાઓનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. જીલ્લા સહિત શહેરની આસપાસના નિર્દોૈષ અને નબળા ખેડુતોનીને ધરાર અન્યાય થઈ રહ્યો છે. ભૂમાફિયાઓના ત્રાસ થી ભોગ બનનારને ન્યાય અપાવવા પ્રયત્નો કરે છે. તો ભૂમાફિયાઓ જાન થી મારી નાખવાની ધમકી આપતા હોય છે. ત્યારે પંચમહાલ જીલ્લા કલેકટર દ્વારા લેન્ડ ગ્રેબિંગ એકટના કાયદાની જાણકારી લોકોને મળી રહે તે માટે લેન્ડ ગ્રેબિંગ એકટ અંગે અખબારો દ્વારા લોકો સુધી પહોંચે તેવા પ્રયાસ કરવામાં આવે તેવી માંગ અખિલ ભારત હિન્દુ મહાસભાના યુવા અધ્યક્ષ ગુજરાત પ્રદેશ આશિષભાઈ પટેલ દ્વારા પંચમહાલ જીલ્લા કલેકટરને લેખિતમાં કરવામાં આવી છે.