- વિવિધ સંસ્થાઓની બેઠકોમાં ૩૬૩ અમાન્ય તો ૭૫૨ માન્ય ફોર્મ.
- જુદા જુદા કારણોસર ર્ફોમ દર થતાં નારાજગીફોર્મ મંજુર કરાતા ઉમેદવારોમાં આનંદ.
- આજે દાવેદારી પરત ખેંચવાના દિવસ ઉપર સૌની નજર.
- ફોર્મ પરત ખેંચાવવા માટે સક્ષમ ઉમેદવારોની ખેંચમતાણ.
- અગ્રણી પક્ષોના ઉમેદવારો દ્વારા ફોર્મ પરત ખેંચાવવા અપક્ષો સાથે મનામણા.
- કેટલાકની હા તો કેટલાકની ના.
- નકાર ભણનારા ઉમેદવારો પક્ષોના મતો બગાડે તેવી ભીંતિ.
ગોધરા, પંચમહાલ જીલ્લાની વિવિધ સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ઉમેદવારી ચકાસણીને લઈને ગોધરા સહિત વિવિધ મથકો એ ઉમેદવારોના ટોળા જામ્યા હતા. ચકાસણી માટે રીતસર તંત્રને ભારે કવાયત કરવી પડીને અંતે માન્ય-અમાન્ય ઉમેદવારોના નામ ધોષિત કરવામાં આવ્યા હતા. આજે ફોર્મ પરત ખેંચવાનો દિવસ હોવાને લઈને માન્ય પક્ષોના ઉમેદવારો દ્વારા મતોની ગણતરી ન બગાડે તે માટે મનામણા કરવા રાત સુધી પ્રયત્નો આદરી જોયા હતા. વિવિધ રીતે તેઓને પરત ખેંચાવના મથામણ વચ્ચે કેટલાકની હાજી તો કેટલાકની નાજી દર્શાવાઈ હતી. આ પૈકી કેટલાક ભૂર્ગભમાં ઉતરી જઈને પરત ન ખેંચવાનું મન બનાવેલ ઉમેદવારો માન્ય પક્ષોના ઉમેદવારોનો હારજીતના સમીકરણો બદલવા માટે સજ્જ બનયા છે.
જોકે, મંગળવારની સાંજ સુધીમાં આખરી ચિત્ર સ્પષ્ટ થઈને ચુંટણી પ્રચારના શ્રી ગણેશ મંડાશે.સ્થાનિક સ્વરાજની ચુંટણી સંદર્ભે આજે સોમવારે ચકાસણી હોવાને લઈને પંચમહાલ જીલ્લાના વિવિધ તાલુકા મથકોની જુદી જુદી કચેરીઓમાં પોતાના દ્વારા રજુ કરાયેલ ફોર્મ અંગેના નિર્ણય જાણવા ઉમેદવારો-ટેકેદારો તથા અન્ય હરીફ ઉમેદવારોનો દિનભર ચહલપહલ સર્જાઈ હતી. જેમાં સૌથી વધુ નજર ગોધરા નગર પાલિકાની ચુંટણી માટેની પ્રાંત કચેરીમાં ધાડેધાડા ઉત્સાહભેર ઉમટી પડયા હતા. જેમાં અપક્ષોની ભારે સંખ્યા જોવા મળી હતી. સક્ષમ અધિકારી તથા તેઓની ટીમને ચકાસણી માટે રીતસર ભારે મહેનત કરવી પડી હતી અને છેક નમતી સાંજ સુધી પ્રક્રિયા હાથ ધર્યા બાદ ચકાસણી કરી વિવિધ કારણોસર માન્ય અને અમાન્ય ફોર્મના ઉમેદવારોની ઘોષણા કરવામાં આવતા અનેક ચર્ચાઓએ સ્થાન લીધું હતું. ખાસ કરીને માન્ય રહેલા ઉમેદવારોની જાહેરાત થી તેઓન ટેકેદારોમાં હર્ષની લાગણી વ્યાપી ગઈ હતી. જોકે, અગાઉથી જ તૈયારીઓ સાથે આવેલા ઉમેદવારોએ વકીલોની મદદથી ભરાયેલા ફોર્મ હોવાને લઈને માન્ય રહ્યા હતા. પરંતુ છેલ્લી ધડી સુધી જાતિના કે વેરા સંબંધિત કે પોલીસ મથકની જરી વિગતો-પુરાવા કે નામ કે સહીમાં ક્ષતિ જણાતા ફોર્મ અમાન્ય રહેતા તેઓમાં નારાજગી જન્મી હતી. છેલ્લા કેટલાક દિવસોથી તૈયારી સાથે સજ્જ બનેલા ઉમેદવારોનો ફોર્મ અમાન્ય રહેતા આપોઆપ ચુંટણી મેદાન છોડવાનો વારો આવ્યો હતો. જોકે, આજે મંગળવારના રોજ ફોર્મ પરત ખેંચવાનો મહત્વની દિન હોવાથી સૌ કોઈની મીટ મંડાનાર છે. પોતાની બેઠક ઉપર ઊભા રહેલા અપક્ષ ઉમેદવારો કે જે મતોની દ્દષ્ટિએ નુકશાન પહોંચાડનારા હોઈ તેઓના ફોર્મ પરત કરાવવા માટે માન્ય પક્ષના ઉમેદવારો દ્વારા મનામણા આદર્યા હતા અને શામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવાઈ રહી હતી. તો કેટલાકે બેઠકના અગ્રણીઓને સાથે રાખીને ગુપ્ત બેઠકો આદરી હતી. આ દરમ્યાન કેટલાકનો હકાર થયો છે. પરંતુ પોતે બોલેલું વચન પાડશે કે બોલ બચ્ચન જેવી સ્થિતી વચ્ચે પોતાની દાવેદારી યથાવત રાખીને લડી લેવાના મૂડમાં રહે છે. તે જોવું રહ્યું. બીજી તરફ આવા અપક્ષ કે અન્ય પાર્ટીના ઉમેદવારો ભૂગર્ભમાં ઊતરી ગયાનું જાણવા મળે છે. જોકે, મોડી રાત સુધીમાં ચુંટણી ચિત્ર સ્પષ્ટ બનનાર છે.