- આગામી દિવાળીના સમયમાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ લોકોના આરોગ્યની ચિંતા કરી ફરસાણ અને મીઠાઈની દુકાનો પર કાર્યવાહી કરે તે જરૂરી.
ગોધરા,
પંચમહાલ જીલ્લા ખોરાક અને ઔષદ્ય નિયમન યંત્ર દ્વારા કોરોના મહામારીના કાળમાં છેલ્લા ૬ મહિનાના સમયગાળામાં વિવિધ ફરસાણ, મીઠાઈની દુકાનો તેમજ હોટલો અને લારીઓ ઉપર ૧૩૧ જેટલા નમૂલા લેવામાં આવ્યા હતા. તે પૈકી ૬ જેટલા નમૂના ફેલ થયા છે. તે નમુના ફેલ થયા તેવા કેસમાં કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે.
પંચમહાલ જીલ્લામાં કોરોના મહામારીમાં અનલોક-૧ થી અનલોક-૨માં નાસ્તા, ફરસાણની દુકાનો તેમજ હોટલોમાં ધંધા રોજગાર શરૂ થયા હતા. કોરોનાકાળમાં બજારોમાં વેચાતા નાસ્તા, ફરસાણ તેમજ હોટલોમાં વેેચાતા ખાદ્ય પદાર્થો જાહેર જનતાના આરોગ્યને નુકશાન થાય તેવા ઉદ્દેશ સાથે જીલ્લા ખોરાક અને ઔષદ્ય નિયમન (ફ્રુડ એન્ડ સેફટી) વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
છેલ્લા ૬ મહિનામાં જીલ્લા ફ્રુડ એન્ડ સેફટી વિભાગ દ્વારા જીલ્લામાં વિવિધ સ્થળોએથી૧૩૧ ખાદ્ય પદાર્થના નમુના લેવામાં આવ્યા હતા. ફ્રુડ એન્ડ સેફટી વિભાગ દ્વારા લેવામાં આવેલ ખાદ્ય પદાર્થના સેમ્૫લોને તપાસ માટે મોકલી આપવામાં આવ્યા હતા. પંચમહાલ ફ્રુડ એન્ડ સેફટી વિભાગ દ્વારા લેવામાં આવેલ ૧૩૧ સેમ્પલો પૈકી ૬૮ સેમ્૫લો પાસ થયા હતા. જયારે ૬ સેમ્૫લો નાપાસ થવા પામ્યા હતા. ફ્રુડ એન્ડ સેફટી વિભાગ દ્વારા નાપાસ થયેલ સેમ્૫લો પૈકી એક સામે કેસ કરવામાં આવ્યો હતો. આમ પંચમહાલ જીલ્લામાં કોરોનાકાળમાં જીલ્લા ફ્રુડ એન્ડ સેફટી વિભાગ દ્વારા બજારમાં વેચાતા ખાદ્ય પદાર્થોના નમુના લઈને કાર્યવાહી કરવામાં આવી છે
હાલ કોરોના મહામારીનો પ્રકોપ ચાલુ છે. તેની વચ્ચે દિવાળી જેવા મોટા પર્વ આવી રહયો છે. દિવાળી જેવા તહેવારમાં મીઠાઈ-ફરસાણની દુકાનોમાં વેચાતા ખાદ્ય પદાર્થની ગુણવત્તા યુકત વેચાણ થાય તે માટે પંચમહાલ જીલ્લા ફ્રુડ એન્ડ સેફટી વિભાગ દ્વારા ગોધરા સહિત જીલ્લાની મીઠાઈ-ફરસાણની દુકાનોમાં સેમ્પલ લેવામાંની કાર્યવાહી પણ કરે તે જરૂરી છે.