ગોધરા,પંચમહાલ જીલ્લામાં ગઈ કાલે વાવાઝોડા સાથે પડેલ કમોસમી વરસાદને લઈ ગોધરા, શહેરા અને કાલોલ તાલુકામાં બાજરી, ડાંગર, મગ અને શાકભાજીના પાકોમાં વ્યાપક નુકશાન થવા પામ્યું છે. કમોસમી વરસાદથી થયેલ પાકમાં નુકશાનથી ખેડુતો દ્વારા વળતરની માંગ કરાઈ છે.
પંચમહાલ જીલ્લાના ગોધરા, શહેરા અને કાલોલ તાલુકામાં ઉનાળું પાક બાજરી, ડાંગર, મગ અને શાકભાજીનું વ્યાપક પ્રમાણમાં વાવેતર કરવામાં આવેલ છે. જીલ્લામાં 2300 હેકટરમાં બાજરી, ઉનાળુંં ડાંગર, 1404 હેકટરમાં મગ, 2481 હેકટર જમીનમાં શાકભાજી તેમજ 3720 હેકટર જમીનમાં ધાસચારાનું વાવેતર ખેડુતો દ્વારા કરાયેલ છે. ગતરોજ અચાનક હવામાન આવેલ પલ્ટા સાથે ફુુંંકાયેલ વાવાઝોડા અને કમોસમી વરસાદને લઈ ખેતરોમાં ઉભા પાકને ભારે નુકશાન થવા પામ્યું છે. ગોધરા તાલુકાના ગામો તેમજ શહેરા તાલુકા સિંચાઈ આધારીત ગામોમાં વ્યાપક પ્રમાણમાંં ડાંગરના પાક તેમજ બાજરીના પાકનું વાવેતર કરેલ હોય જે કમોસમી વરસાદ અને વાવાઝોડાને લઈ જમીન ઉપર પડી જતાં ખેડુતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર દ્વારા કમોસમી વરસાદને લઇ ખેડુતોના પાકોમાં થયેલ નુકશાનનું સર્વે કરાવીને યોગ્ય વળતર ચુકવે તે જરૂરી છે. ખેડુતો મોંધા ભાવના બિયારણો, દવાઓ, ખાતરોનો ઉ5યોગ કરીને મહામહેનતે પાકનું ઉત્5ાદન મળે તેવી આશા રાખતા હોય છે. ત્યારે અણધારી કુદરતી આફતને લઈ દર વર્ષે ખેડુતોના પાકને નુકશાન થતુંં હોય છે. જેને લઈ ખેડુતોની તમામ આશાઓ ઉપર પાણી ફરી વડે છે. ત્યારે ખેડુતોને કુદરતી આફતથી થતા નુકશાન માટે યોગ્ય વળતર મળે તેવી માંગ ઉઠવા પામી છે.