પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાય દિવસોથી રાત્રીના સમયે ડ્રોન ઉડતા આકાશમાં જોવાઈ રહીયા છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં લોકોમાં એક ડર બેશી ગયો હતો કે આ ડ્રોન શા માટે આપડા ગામમાં ફરે છે અને કયા કારણોથી રાત્રીના સમયે આ ડ્રોન ફરતા હોય છે ત્યારે આ ડ્રોન ઉડાડવા પાછળનું મુખ્ય કારણ માત્ર એક જ હતું ના કે આપની કોઈ જાસૂસી કરી રહયું હતું કે નતો કોઈ અન્ય કારણોથી આ ડ્રોન ઊડી રહિયા હતા.
પંચમહાલ જિલ્લામાં ‘સ્વામિત્વ’ પ્રોજેકટ હેઠળ પણ ગ્રામ્ય વિસ્તારોમાં ડ્રોન કેમેરા મારફતે સર્વે કરવામાં આવ્યો હતો તેમજ સર્વે કરવામાં આવનાર છે.
આ પ્રોજેકટ હેઠળ આપણા જિલ્લાના દરેક ગામમાં ડ્રોન કેમેરા મારફતે મિલ્કતોનો સર્વે કરી સચોટ માહિતી સાથેનું મિલ્કતનું પ્રમાણપત્ર આપવામાં આવનાર છે. જેનો સર્વે ચાલે છે.
નીચે આપેલ ફોટામાં ક્યાં ગામમાં કઈ તારીખે ડ્રોનથી સર્વે થયો હતો તે માહિતી છે.
બની શકે કે આપના વિસ્તારમાં આપે ડ્રોન જોયું જ હોય પણ ડ્રોન માત્ર જે અફાવો ચાલે છે તે માટે જ આવે છે તેવું નથી.
ડ્રોન આપની મિલ્કતના સચોટ મેપિંગ માટે પણ આવશે જ.