પંચમહાલ ડીસ્ટ્રીક બાર એસોશીએશન દ્વારા ૨૦ પ્રકારની એફિડવિટની સત્તા તલાટીને સોંપવાના વિરોધ સાથે નિર્ણય પરત ખેંચવાની માંગ

ગોધરા,
પંચમહાલ ડિસ્ટ્રીક બાર એસોશીએશન દ્વારા રાજ્ય સરકાર દ્વારા મનસ્વી નિર્ણય લઈ લેવામાં આવ્યો છે અને ગ્રામ્યકક્ષા એ તલાટીઓને ૨૨ પ્રકારની એફિડેવીટ કરવા સત્તા આપવામાં આવી છે. તેનો વિરોધ કરી આ આદેશ પરત ખેંચવામાં આવે તેવી માંગ સાથે જીલ્લા બાર એસોશીએશન દ્વારા ઠરાવ કરી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતને મોકલી આપવામાં આવ્યો.

પંચમહાલ ડીસ્ટ્રીક બાર એસોશીએશન દ્વારા રાજ્ય સરકાર દ્વારા મનસ્વી નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં ગ્રામ્યકક્ષાએ તલાટીઓને ૨૨ પ્રકારની એફિડેવીટ કરવાની સત્તા આપવામાં આવી છે. આ નિર્ણયને લીધે નોટરીઓને તકલીફ ઊભી પડે તેમ છે. જેથી સરકાર દ્વારા નિર્ણય પરત ખેંચવામાં આવે રાજ્યમાં તલાટીઓને નવી નિમણૂંક થયેલ નથી. જેને લઈ એક તલાટી પાસે ૭ થી ૮ ગ્રામ પંચાયતો વહીવટ કરે છે. જેથી તલાટીઓ પાસે સમયનો અભાવ રહે છે. આથી સામાન્ય પ્રજાને ખૂબ જ હાલાકી ભોગવવી પડે તેવી પરીસ્થિતીનું સર્જાય તેવું છે. ત્યારે સરકાર દ્વારા આવા મનસ્વી નિર્ણય ને પરત ખેંચવામાં નહિ આવે તો બાર કાઉન્સીલ ઓફ ગુજરાતનો આદેશ મળતા આંદોલન કરવાની ફરજ પડશે તે જણાવવામાં આવ્યું.


કાલોલ બાર એસોસિયશનના ધારાશાસ્ત્રીઓએ મામલદાર ને આવેદનપત્ર આપ્યું

કાલોલ,
કાલોલ બાર એસોસિયેશનના ધારાશાસ્ત્રીઓ દ્વારા ૬/૧૦/૨૦૨૦ના રોજ ગુજરાત સરકારએ ઓથ એક્ટ ૧૯૬૯ ની કલમ-૩ હેઠળ તલાટીઓની તરફેણમાં સોગંદનામાની સત્તા સોંપવા સામે વિરોધ પ્રગટ કરી ધારાશાસ્ત્રીઓ એ કાલોલ મામલતદારને આવેદનપત્ર આપ્યું.
કાલોલના ધારાશાસ્ત્રીઓએ ગુજરાત સરકારની વિવિધ સેવાઓ માટે ડીજીટલ સેવા સેતું માધ્યમથી માત્ર રૂ. ૨૦/- ની ફરીથી ૨૨/- જેટલી સેવાઓ ૮ ઓક્ટોબરનાથી ઓનલાઇન શરૂ કરવાનો નિર્ણય લેતાં રેશનકાર્ડ, આવકનો દાખલો, વિધવા દાખલો, કિમીલીયર સટીેફીકેટ ગ્રામ્ય કક્ષાએ થશે અને સરકારે આ સેવા ઓ માટે ઓથ એક્ટ ૧૯૬૯ ની કલમ-૩ અન્વયે ગ્રામ્ય કક્ષાએ એફીડેવીટ (સોગંદનામું) કરવાની સત્તા જેને ગ્રામ્ય કક્ષાના તલાટી કમ મંત્રીઓને સોંપતાં ગુજરાત સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયનો કાલોલ એસોસિયેશને ઉગ્ર વિરોધ કરી પ્રજાને પડતી મુશ્કેલીઓ ભરેલું આવેદનપત્ર ધારાશાસ્ત્રીઓ એ કાલોલ મામલતદાર ને આપ્યું હતું. તદ્દપરાંત યુપીના હાથરસમાં થયેલી મહીલા ઉપર દુષ્કર્મ ધટના અને દેશને પોલીસ તંત્ર અને સરકારી તંત્ર કેટલું નિભેર છે. તેમજ કેટલી બેજવાબદારી પૂર્વકવર્તી શકે છે.

તે ફરી એકવાર પૂરવાર કરી આપ્યું છે. એક દલીલ પરીવારરની યુવાન દિકરી સાથે જાતીય હિંસા થાય છે. તેમજ પોલીસ મુતકની લાશને તેના સ્વજનોની હાજરી વગર જબરદસ્તીથી અંતિમ સંસ્કાર કરી દેવાતા આ ઘટના ખુબજ ક‚ણ અને માનવીય સંવેદનાઓ હચમચાવી નાંખનાર છે. તેમજ ૨૫/૯/૨૦૨૦ નાં રોજ કચ્છ જિલ્લા ના રાપરગામે વરીષ્ઠ વકીલ ને ઈન્ડીયન એડવોકેટ એસોશીએશન ગુજરાતના અધ્યક્ષ દેવજીભાઈ મહેશ્વરી, એડવોકેટ જેઓનું દિનદહાડે ઓફીસ બહાર હત્યા માનવીય સંવેદનાઓ હચમચાવી નાખનાર ઘટના બની. જેને કાલોલ ધારા શાસ્ત્રીઓએ સખત શબ્દોમાં વખોડી કાંઠે છે. આવા ગંભીર પ્રકારના ગુનાં ઉપર સરકાર નિયંત્રણ લાવે અને આવા બનાવોના કેશો ફાસ્ટ ટ્રેક કરી કોટેમાં ઝડપથી ચલાવી આરોપીઓ ને ફાંસીની સજા આપે તેવા ઠરાવો કરી કાલોલ મામલતદાર ને સરકાર સુધી અવાજ પહોંચાડવા કાલોલ ધારાશાસ્ત્રીઓએ મામલતદાર ને આવેદનપત્ર આપ્યું હતું.