પંચમહાલ જિલ્લામાં ગ્રામ પંચાયતમાં તલાટીઓ હાજર રહેતા ન હોવાની રજુઆતો ઉઠવા પામી હતી. જયારે પીએચસી સેન્ટર તથા આંગણવાડીમાં કર્મચારીઓ સમયસર ન આવતાની બુમોને લઈને જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીયા દ્વારા જિલ્લાની આંગણવાડી પીએચસી સેન્ટર તથા ગ્રામ પંચાયતોમાં સરપ્રાઈઝ ચેકિંગ કરી હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આકસ્મિક મુલાકાત દરમિયાન મહેલોલ ગ્રામ પંચાયત, અંબાલી ગ્રામ પંચાયત અને જીતપુરા ગ્રામ પંચાયત બંધ હાલતમાં જોવા મળી હતી. જેથી ડી.ડી.ઓ દ્વારા નાયબ જિલ્લા વિકાસ અધિકારીને તલાટીઓ સામે કાર્યવાહીની સુચના આપતા ના.ડીડઓ એ 3 ગ્રામ પંચાયતના તલાટીઓને ખુલાસો કરતી નોટિસ ફટકારી હતી.