ગોધરા.
પંચમહાલ જિલ્લાના શિક્ષકો દ્વારા જુની પેન્શન યોજના ચાલુ કરવા રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર અપાયુ.
આજ રોજ પંચમહાલ જિલ્લા શિક્ષક સંઘ તથા હાલોલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ન્યુઇરા હાઇસ્કૂલ જાફરાબાદથી લઇ કલેકટર કચેરી સુધી મોટી સંખ્યામાં શિક્ષકો જોડાઇ રેલી યોજાઇ હતી જેમાં તમામ શિક્ષકોની માંગ જુની પેન્શન યોજના ચાલુ કરવા અંગે સુત્રોચ્ચાર કરી કલેકટર કચેરીએ પહોંચ્યા હતા જ્યાં આ શિક્ષકો દ્વારા કલેકટરશ્રીને આવેદનપત્ર અપાયું હતું.