પંચમહાલ જીલ્લા શિક્ષણાધિકારીની કચેરીના ઉપક્રમે શૈક્ષણિક સેમિનાર અને નિવૃત્ત શિક્ષક સન્માન સમારંભ યોજયો

ગોધરા,

પંચમહાલ જિલ્લા માદયમિક શિક્ષક સંઘ અને પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે હાલોલ ખાતે આવેલ તુલસી વિલા, લાઈફ સીટી ખાતે શૈક્ષણિક સેમિનાર અને નિવૃત શિક્ષકોનો સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યુ હતું. ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખ દિનેશભાઈ ચૌધરી, કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, હાલોલના ધારાસભ્ય જયદ્રથ સિંહ પરમાર અને જિલ્લા શિક્ષણાધિકારી જીગ્નેશ પટેલ, મહામંત્રી ગુજરાત રાજ્ય શિક્ષણ સંઘના શૈલેષભાઈ પંચોલી સહિતનાઓ દ્વારા પંચમહાલ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘમાં પ્રમુખ તરીકેની સારી સેવા બજાવનાર અરવિંદભાઇ દરજીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લામાં આવેલી વિવિધ હાઇસ્કુલોના શિક્ષકો સહિત શિક્ષક સંઘના વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.